રોડ અકસ્માતમાં રાજકોટ ગેમ ઝોનના માલિકનું મોત, ટ્રક પાછળ ફોર્ચ્યુનર 3 km ઘસડાઈ

PC: gujaratijagran.com

રાજકોટ જામનગર હાઇવે પર તરઘડી નજીક ગંભીર અકસ્માત થયો છે, જેમાં રાજકોટના નાનામવા રોડ પર આવેલા ગેમ ઝોનના માલિકનું મોત થઈ ગયું છે. આ અકસ્માતમાં ટ્રક પાછળ ગેમ ઝોનના માલિકની ફોર્ચ્યુનર ગાડી ઘૂસી ગયા બાદ પણ ટ્રક ચાલકને ખ્યાલ આવ્યો નહોતો અને 3 કિલોમીટર સુધી આ ફોર્ચ્યુનર કાર ટ્રક પાછળ ધસડાઈ ગઈ હતી. ત્યારબાદ અકસ્માતની જાણ કરતા ટ્રક ચાલકે ટ્રક રોક્યો હતો. જો કે, અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થઈ ગયું હતું. અકસ્માત બાદ મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજકોટના વાવડી ગામના રહેવાસી અને નોકઆઉટ ગેમઝોનના મલિક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉંમર 25 વર્ષ) નામનો યુવક કાલે રાત્રે પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને રાજકોટથી જામનગર હાઇવે પર આવેલી શિવશક્તિ હોટલ પર નાસ્તો કરવા જતો હતો, ત્યારે તરઘડી નજીક આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી પુષ્પરાજ સિંહની ફોર્ચ્યુનર ગાડી ધડાકાભેર ટ્રક પાછળ અથડાઇ ગઈ હતી. ટ્રક ચાલકે અચાનક બ્રેક માર્યા બાદ પાછળ ફોર્ચ્યુનર ગાડી ઘૂસી ગઈ હોવાની તેને ખબર પણ ન પડી અને તેણે પોતાના ટ્રકને આગળ ચલાવતો રહ્યો.

ટ્રક પાછળ ઘૂસી ગયેલી ફોર્ચ્યુનર કાર 3 કિલોમીટર સુધી ધસડાઈ ગઈ હતી અંતે ટ્રક ચાલકને અકસ્માતની જાણ થતા ટ્રક રોકી દીધી હતી. આ અકસ્માત બાબતે અન્ય વાહન ચાલકોએ વાહન થોભાવી 108ને જાણકારી આપો હતી. ઘટનાની જાણ થતા 108ની ટીમ તેમજ પડધરી પોલીસ રાજકોટ જામનગર હાઇવે પર ફોર્ચ્યુનર ગાડીને થોભાવવા માટે ઘટનાસ્છળ પર પહોંચી હતી. તપાસ કરતા અંદર બેઠા કાર ડ્રાઈવર પુષ્પરાજને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે તેના પરિવારજનોને જાણકારી આપવામાં આવી હતી અને શબને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું.

પુષ્પરાજ સિંહનું અકસ્માતમાં અકાળે મોત થવાની જાણકારી મળતા તેનું મિત્ર સર્કલ અને પરિવારજનો રાજકોટ સિવિલ હૉસ્પિટલે દોડી આવ્યા હતા. પોલીસે આ બાબતે જરૂરી કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસ અને મિત્રોની પૂછપરછમાં જાણવા મળ્યું કે ગઈકાલે રાત્રે પુષ્પરાજસિંહ જાડેજા પોતાની ફોર્ચ્યુનર કાર લઈને રાજકોટથી શિવશક્તિ હૉટલ પર નાસ્તો કરવા નીકળ્યો હતો અને અકસ્માત થતા તેનું મોત થઈ ગયું. અકસ્માતમાં પુષ્પરાજસિંહનું મોત થતા પરિવારજનોમાં શોકની લહેર પ્રસરી ગઈ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp