DGPનો પોલીસ માટે પરિપત્ર, ગાડી પર પોલીસ ન લખાવવું, બ્લેક ફિલ્મ લગાવી હોય તો...

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયએ એક પરિપત્ર જાહેર કરીને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.DGPનું કહેવું છે કે પહેલા પોલીસ સુધરી જાય પછી પ્રજા પાસે પાલન કરાવે. હવે પોલીસ કર્મચારીઓ જો ટ્રાફિકના નિયમો નહીં પાડતા પકડાશે તો આવી બનશે. DGPએ પરિપત્રમાં કહ્યું છે કે પોલીસનો યુનિફોર્મ પહેરીને જ્યારે પોલીસનો કર્મચારી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે ત્યારે લોકોના મગજ પર તેની વિપરિત અસર પડે છે. પોલીસની ઇમેજ બગડે છે અને લોકો પણ પછી ટ્રાફિકના નિયમો પાડતા નથી.
DGP વિકાસ સહાયેએ પરિપત્રમાં જે નિયમો જાહેર કર્યા છે તે જાણી લો. આ નિયમો પોલીસ માટે છે.
-પોલીસ જ્યારે યુનિફોર્મમાં જતા હોય ત્યારે ટુ વ્હીલર પર ટ્રિપલ સવારી ન કરે અને હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે.
- કારમાં સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડશે
-કારમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તો કાઢી નાંખવી, જો બ્લેક ફિલ્મ લગાવી હોય અને પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- વાહનોની આગળ પાછળ પોલીસ કે P કે રાષ્ટ્રીય ચિહ્નો વાળી નેમ પ્લેટ હોય તો તેને દુર કરી દેવી.
-પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન, પોલીસ ખાતાની બહાર સરપ્રાઇઝ ચેકીંગ કરવું.
-ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીએ ફરજની જગ્યાએ ટ્રાફિકના નિયમો વિશે પ્રજાની જાગૃતિ માટે ડ્રાઇવ રાખવી
-ટ્રાફિકના કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા પહેરે અને તેનું મોનેટરીંગ થવું જોઇએ
-ટ્રાફિક કર્મચારીએ લાઇટ બેટન અને બોડી રિફ્લેક્ટર ફરજિયાત પહેરવા પડશે.
- ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનોએ પણ ફરજ વખતે બોડી રિફ્લેક્ટર પહેરવા પડશે.
- તમારા વિસ્તારમાં કોઇ પોલીસ અધિકારી કે કર્મચારી નિયમોનું ઉલ્લઘંન કરતા જણાશે તો સુપરવિઝન નબળું છે એમ માનીને ગંભીર નોંધ લેવામાં આવશે.
-પોલીસ સ્ટેશનો ખાતે પોલીસ અધિકારી દ્રારા સતત 3 દિવસ સુધી રોલકોલમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સુચના આપવામાં આવે.તમામને માહિતી મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પોલીસ સ્ટેશન ખાતે રોલકોલમાં હાજર રહી, સુચનાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
-પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે નહીં તેના વિશે સુપરવાઇઝરી અધિકારીઓએ ખાસ મોનેટરિંગ કરવું પડશે. જાહેર જનતા પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમની સામે પણ કાર્યવાહી કરવી. લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા માટે દરેક મહિને ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp