રસ્તા પર દોડતી ST બસનું ટાયર નીકળી ગયું, પેસેન્જરોનો જીવ તાળવે ચોટ્યો

PC: youtube.com

રાજ્ય સરકાર દ્વારા ST બસની મુસાફરીના સલામત સવારીના દાવાઓ કરવામાં છે પરંતુ અવાર નવાર ST બસના અકસ્માતની ઘટનાઓ સામે આવે છે અને સલામત સવારી ST અમારીના દાવાઓ પોકળ સાબિત થાય છે ત્યારે ST તંત્રની વધુ એક બેદરકારી સામે છે. બસને રૂટ પર લઇ જતા પહેલા તંત્ર દ્વારા બસનું ચેકિંગ ન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે કારણે કે, વલસાડમાં રસ્તા પર જતી ST બસનું ટાયર અચાનક નીકળી ગયું હતું. આ ઘટનામાં કોઈને જાણહાની થવા પામી નહોતી.

એક રિપોર્ટ અનુસાર એક ST બસ નાસિકથી વલસાડ આવી રહી હતી, જ્યારે આ બસ કપરાડા તાલુકાના નાનાપોંઢા પાસેથી પસાર થઇ રહી હતી તે સમયે અચાનક બસનું ટાયર નીકળી ગયું હતું. અચાનક બસમાં ઝટકો આવતા બસમાં બેસેલા મુસાફરો બૂમાબૂમ કરવા લાગ્યા હતા અને તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જો કે, બસના ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બસને તાત્કાલિક રસ્તાની સાઈડમા લઇને રોકી દિધી હતી. ડ્રાઈવરની સમજણના કારણે બસમાં સવાર લોકોનો બચાવ થયો હતો. આ ઘટનામાં એક પણ વ્યક્તિને ઈજાઓ થવા પામી નહોતી. આ સમગ્ર મામલે ST વિભાગના અધિકારીઓને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજકોટની એક ST બસનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોથી જ ST તંત્રની પોલ છતી થઇ ગઈ ગઈ હતી કારણે કે, રાજકોટમાં ST વિભાગે રાજકોટથી ધોરાજી સુધીના લાંબા રૂટમાં પેસેન્જરોને લઇ જવા માટે એવી બસ મૂકી હતી કે, જેમાં છત પરથી પાણી ટપકતુ હતું, બારીના મોટા ભાગના કાંચ તૂટેલી હાલતમાં હતા અને મહત્ત્વની વાત એ છે કે, બસનો આગળનો કાચ ન હોવા છતાં પણ આ બસ ST વિભાગ દ્વારા ચલાવવામાં આવતી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp