26th January selfie contest

વડાપ્રધાનને સજેશન કરવાના જવાબે ગુજરાતી મહિલાને સૌંદર્યનો ખિતાબ અપાવ્યો

PC: khabarchhe.com

વી.વી.એન. સંસ્થા દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી મિસિસ યુનિવર્સ એશિયા ઝોન 2019ની સૌદર્ય સ્પર્ધાનો ખિતાબ સુરતની મૌના શાહ મશરૂવાલાએ જીત્યો છે. જેમાં 60 સ્પર્ધકો જોડાયા હતા. આ ઉપરાંત મૌનાને આ સ્પર્ધામાં મોસ્ટ બ્યુટીફુલ સ્માઇલનો ખિતાબ પણ મળ્યો છે.વડાપ્રધાનને સજેશનનો જવાબ સ્પર્ધા જીતવામાં કામ લાગ્યો હતો તેવું મોનાએ કહ્યું હતું. મિસિસિ યુનિવર્સ એશિયા ઝોન 2019ની સૌદર્ય સ્પર્ધા જીતનારી મૌના ગુજરાતની પ્રથમ મહિલા છે.

મૌનાએ કહ્યું હતુ કે,મને સવાલ પુછાયો હતો કે, વડાપ્રધાનને સજેશન કરવાની તક મળે તો તમે શું સજેશન કરશો તો જવાબ આપ્યો હતો કે, શિક્ષણમાં પહેલા ધોરણથી સેલ્ફ ડીફેન્સ અને આધ્યાત્મના પાઠ દાખલ કરવામાં આવે તો દેશમાં ક્રાઇમમાં ઘટાડો થઇ શકે અને બળાત્કાર થતા અટકી શકે. તમને જણાવી દઇએ કે, મૌના મશરૂવાળા કથક નૃત્યકાર છે અને બિરજુ મહારાજના માર્ગદર્શન હેઠળ કથક કરીને પહેલા સુફી ફ્યુઝન ડાન્સ રજૂ કરીને બે વખત ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp