સુરતમાં શાકભાજીવાળાને માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા તેને યુવકને ચપ્પુ માર્યુ

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસને વધારે ફેલાતો અટકાવવા માટે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કંઈ કામ વગર ઘરની બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજીવાળાને એક યુવકે માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

રિપોર્ટ અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી શાકભાજી માર્કેટમાં સ્થાનિક અતુલ મકવાણા નામનો યુવક શાકભાજી લેવા માટે ગયો હતો અને તે સમયે શાકભાજીવાળા એ માસ્ક ન પહેર્યું હોવાના કારણે અતુલે તેને માસ્ક પહેરીને કામ કરવાની સલાહ આપી હતી હતી. માસ્ક પહેરવાનું કહેતા જ શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે અતુલ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા અતુલને નજીકમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક PI અને TRB જવાનોએ ટ્રાફિક PIની જીપમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને પેટની ડાબી બાજુ પર ચપ્પુનો ઘા લાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલો યુવક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp