દીકરીએ કબૂતરને બચાવવાનું કહેતા પિતા તળાવમાં કુદ્યા અને કબૂતરને બચાવ્યું

PC: youtube.com

ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે ઘણા પશુ-પક્ષીઓને પોતાનો જીવ ગુમાવી બેસે છે ત્યારે વડોદરામાં જીવદયા પ્રેમી એક પિતાએ દીકરીના કહેવાથી તળાવમાં જંપલાવીને કબૂતરને તળાવની બહાર કાઢીને જીવનદાન આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર 14 જાન્યુઆરીના રોજ એક બાળકી તેના પિતા સતીષભાઈ સાથે સુરસાગર તળાવ પાસે ફરવા માટે ગઈ હતી. બાળકી જે સમયે તળાવની આસપાસના દૃશ્યો નિહાળી રહી હતી ત્યારે બાળકીએ એક કબૂતરને દોરીમાં ફસાયેલુ અને તળાવના પાણીમાં તડાફડિયા મારતા જોયું હતું. બાળકીએ તેના પિતા સતીષભાઈને તરત જ કહ્યું કે, 'પપ્પા જલ્દી જાઓ અને કબૂતરને બચાવો' દીકરીની આ વાત સાંભળતાની સાથે જ પિતાએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર શર્ટ કાઢીને તળાવની અંદર જંપલાવ્યું હતું અને તરતા-તરતા કબૂતરની પાસે ગયા.

સતીષભાઈએ કબૂતરની પાસે જઈને કબૂતરની પાંખમાં ફસાયેલી દોરીને કાઢીને તેને સલામત રીતે તળાવની બહાર કાઢીને કબૂતરને નવું જીવનદાન આપ્યું હતું. સતીષભાઈએ કબૂતરને તળાવમાંથી બહાર કાઢીને તેને સારવાર માટે નજીકમાં આવેલા જીવદયા કેન્દ્ર પર મોકલી આપ્યું હતું. દીકરીની વાત સાંભળીને સતીષભાઈએ માત્ર 1.53 મિનીટના સમયમાં તળાવમાં કૂદીને કબૂતરને બચાવ્યું હતું. લોકોએ સતીષભાઈની આ કામગીરીની ખૂબ સરાહના કરી હતી અને કેટલાક લોકોએ કબૂતરના રેસ્ક્યુનો વીડિયો પોતના મોબાઈલમાં ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp