રાજ્યમાં સલામતી ક્યા? ચોરોએ એન્ટી કરપ્શન બ્યૂરોની ઓફિસમાં પણ કરી ચોરી

PC: facebook.com/InGujarati

ગુજરાતમાં જાહેર રસ્તા પર અને ઘરમાં ચોરી થવા જેવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. ત્યારે ચાલાક ચોરોએ હવે ACBને પણ છોડી નથી. છોટા ઉદેપુરમાં શુક્રવારની રાત્રીએ ચોરોએ એન્ટી કરપ્શન બ્યૂરોની ઓફિસનુ તાળુ તોડી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

છોટા ઉદેપુરમાં ચોરોએ પોલીસ પેટ્રોલીંગના ધજાગરા ઉડાવ્યા હતા. તેમણે શુક્રવારની રાત્રીના રોજ એન્ટી કરપ્શન બ્યૂરોની ઓફિસનુ તાળુ તોડી તિજોરીમાં મૂકેલા 55 હજાર રોકડ રુપિયાની ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા. કલાકો વિતી ગયા હોવા છતાં પણ તેઓ હજી પોલીસ પકડથી દૂર છે.

તસ્કરોએ છોટા ઉદેપુરમાં ACBની ઓફિસને નિશાન બનાવી હતી. તેમણે મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને ઓફિસમાં ઘૂસ્યા હતા. તેમણે ઓફિસની અંદરના રુમના તાળા પણ તોડ્યા હતા. ત્યારબાદ સ્ટાફ રુમમાં મૂકેલી તિજોરીમાં ટ્રેપ દરમિયાન પકડાયેલ રુપિયા મળીને કુલ 55 હજાર રુપિયાની મતાની ચોરી કરી હતી અને અનેક મહત્વના દસ્તાવેજો પણ વેર-વિખેર કરી નાખ્યા હતા.

આ બાબતની ફરિયાદ ફરીયાદ છોટા ઉદેપુર પોલીસ મથકમાં કરવામાં આવતા છોટા ઉદેપુર પોલીસે તાત્કાલીક ACBની કચેરીમાં જઈને તપાસ હાથ ધરી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે ભ્રષ્ટાચાર આચરતા લોકો સામે કાર્યવાહી કરતી આ સંસ્થાની ઓફિસમાં CCTV સુધ્ધાં મૂકવામાં આવ્યા નથી. CCTV નહી હોવાને કારણે છોટા ઉદેપુર પોલીસ માટે એન્ટી કરપ્શન બ્યૂરોની ઓફીસમાં ચોરી કરનાર ચોરોને પકડવા મુશ્કેલ થઈ રહ્યા છે.

ચોરોની હિંમત હવે એટલી વધી ગઈ છે કે તેઓ એન્ટી કરપ્શન બ્યૂરોની ઓફિસમાં પણ ચોરી કરી હતી. તેથી વિચારી શકાય છે કે સામાન્ય જનતા માટે પોતાની માલ-મિલકત સાચવી રાખવી કેટલુ કઠીન બન્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp