બધાને જ બદલી નાંખવા પાછળ આ છે ભાજપનું ચૂંટણી સમીકરણ

PC: hindustantimes.com

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચુનાવ થવાના એક વર્ષ પહેલાં જ ન માત્ર સરકારમાં કેપ્ટનની બદલી કરી, પરંતુ આખી નવી ટીમ કરી નાંખી. ભાજપે ગુજરાતમાં રાજકીય પ્રયોગની નવી રચનાના મંડાણ કરીને મંત્રી મંડળમાં માત્ર ચહેરાં જ ન બદલી નાંખ્યા, પરંતુ જાતિગત અને પ્રાદેશિક સમીકરણનું બખુબી બેલેન્સનું પણ ધ્યાન રાખ્યું. એવામાં એ વાત સ્પષ્ટ થાય છે કે નવી કેબિનેટની પાછળ ભાજપનું ચૂંટણી સમીકરણ છુપાયેલું છે.

ગુજરાત વિકાસ મોડલના નામ પર ભાજપે પોતાનો પ્રભાવ દેશભરમાં પાથરેલો છે. રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપ સત્તામાં છે. જેને કારણે સત્તા વિરોધી લહેરનું  જોખમ માનવામાં આવી રહ્યું છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતથી આવે છે.

એવા સંજોગોમાં જો ગુજરાતમાં ભાજપની રાજકીય સ્થિતિ કમજોર થાય તો વિપક્ષને મોદી સરકાર પર સવાલ ઉઠાવવાનો મોકો મળી જાય. આ વાતનું ધ્યાન રાખીને ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી માંડીને તમામ મંત્રીઓના ચહેરા બદલી નાંખ્યા છે. આ નવા ચહેરાને સહારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતરશે.

ભાજપના ટોચના નેતાઓએ ગુજરાતમાં ભલે વિજય રૂપાણી સરકારના 22 મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જગ્યા ન આપી હોય, પરંતુ યુવાન અને અનુભવનું  ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલી વખત વિધાનસભા જીતનાર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે સત્તાની કમાન સોપીં છે તો કેબિનેટમાં સૌથી યુવાન હર્ષ સંઘવીને ગૃહ રાજય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

મનિષા વકીલને મહિલા મહિલા અને બાળ કલ્યાણ ખાતીના જવાબદારી સોંપવામાં આવી. આ રીતે નવી સરકારમાં ભલે નવા ચહેરાં હોય, પરંતુ અનેકની પાસે સરકારમાં રહેવાનો અનુભવ છે.

રાઘવજી પટેલ 90ના દશકામાં શંકરસિંહ વાઘેલાની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે., જયારે કુષ્ણાનાથ રાણા રાજ્યની મોદી સરકારમાં મંત્રી હતા. રાજેન્દ્ર ત્રિવેદી આનંદબેન પટેલની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે અને રૂપાણી સરકારમાં વિધાનસભા સ્પીકરની ભૂમિકા નિભાવી ચુક્યા છે.

ઉપરાંત ગુજરાતમાં 6 વર્ષ સુધી ગુજરાત ભાજપની કમાન સંભાળનાર જીતુ વાઘાણીને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. એનાથી એ વાતનો સંકેત મળે છે કે ભાજપે ભલે મંત્રી મંડળમાં નવા ચહેરા બદલ્યા હોય, પરંતુ અનુભવી નેતાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે જુના નેતાઓના અનુભવ ની સાથે નવા નેતૃત્વ વાળી સરકાર અને સંગઠનમાં તાલમેલ સાથે કામ ચાલશે.

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેબિનેટના માધ્યમથી ગુજરાતના જાતીય સમીકરણ સાધવાનો દાવ પણ રમ્યો છે. ગુજરાતમાં જેમનું સૌથી વધારે પ્રભૂત્વ છે તેવા પાટીદાર સમાજનું ભાજપે ખાસ ધ્યાન રાખ્યું છે. કેબિનેટમાં જે 24 નવા મંત્રીઓને ગુરુવારે શપથ આપવામાં આવ્યા, તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 7 પાટીદારને મંત્રી બનાવવામાં આવ્યા તો ઓબીસીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું. 6 ઓબીસી, 4 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ, 2 દલિત અને 1 જૈન સમાજના ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું. ગુજરાતમાં પાટીદાર, ઓબીસી અને આદિવાસી મતદારોની નિર્ણાયક ભૂમિકા છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિટન રચનામાં જાતીય સમીકરણની સાથે પ્રાદેશિક  સંતુલનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેબિનટના 24 મંત્રીમાંથી દક્ષિણ ગુજરાતમાંથી 8 મંત્રી, મધ્ય ગુજરાતમાંથી 7, સૌરાષ્ટ્ર-કચ્છમાંથૂ 7 અને ઉત્તર ગુજરાતમાંથી 3 ધારાસભ્યોને મંત્રી બનાવાયા છે. દક્ષિણ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

વર્ષ 2017માં દક્ષિણ ગુજરાતની જીતને કારણે  જ ભાજપ ગુજરાતમાં સત્તા મેળવી શકી હતી. દક્ષિણ ગુજરાતમાં 8 ધારા સભ્યોને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા, જેમાં પૂર્ણેશ મોદીને અને હર્ષ સંઘવીને સ્વતંત્ર ખાતા સોંપવામાં આવ્યા. પહેલીવાર સુરતમાંથી 4 મંત્રી બન્યા.

વિજય રૂપાણી સરકારમાં માત્ર એક મહિલા મંત્રી હતા, જયારે  ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મનીષા વકીલ અને નિમીષા સુથાર એમ બે મહિલાને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત નિમા આચાર્યને નવા વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp