26th January selfie contest

PAASના આ નેતા જોવા મળ્યા રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર

14 Nov, 2017
06:00 PM
PC: facebook.com/INCGujarat

Loading...

ઉત્તર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સોમવારના રોજ મહેસાણા પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ તેમને આવકાર્યા હતા, પરંતુ તેમની સભામાં આકર્ષણનું કેન્દ્ર કોઈ અન્ય વ્યક્તિ રહ્યું હતું. મહેસાણામાં રાહુલ ગાંધી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કાર્યકર્તા નરેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં નરેન્દ્ર પટેલ 22 ઓક્ટોબરે ભાજપમાં જોડાયા હતા, પરંતુ ગણતરીના કલાકોમાં તેમણે ભાજપ પર રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો હતો અને પાર્ટી છોડી દીધી હતી.

Loading...