ગુજરાતનું આ ગામ આઝાદી પછી ક્વોરેન્ટાઇનની સ્થિતિમાં છે, નથી કોરોનાનો એક પણ કેસ

PC: bhaskarassets.com

કોરોના વાયરસે હવે ભારતમાં પણ પગપેસારો સારો કર્યો છે. દિન-પ્રતિદિન દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, કોરોનાના સંક્રમણને તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યુ હતું. લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ, હોમ ક્વોરેન્ટાઇન અને સેલ્ફ કવોરેન્ટાઇન પર તંત્ર દ્વારા વધારે ભાર મૂકવામાં આવે છે. અન્ય રાજયોમાંથી કે, અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી સરકારી ક્વોરેન્ટાઇન ફેસેલીટીમાં અથવા તો લોકોને તેમના જ ઘરે 14 દિવસ માટે સેલ્ફ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે.

આજે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે, તે ગામ આઝાદી પછી ક્વોરેન્ટાઇનની સ્થિતિમાં છે. મહત્ત્વની વાત એ છે કે, ભૂતકાળમાં જ્યારે પ્લેગ નામનો રોગ ફેલાયો હતો ત્યારે પણ આ ગામમાં પ્લેગનો એક પણ કેસ નહોતો અને જ્યારે કોરોના વાયરસની મહામારી છે ત્યારે પણ ગુજરાતના આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી. આજે પણ આ ગામમાંથી માત્ર બે જ લોકો એ પણ દૂધ દેવા માટે ગામની બહાર જઈ રહ્યા છે, બાકી ગામના કોઈ લોકો ગામની બહાર જતા નથી.

રિપોર્ટ અનુઆર આઝાદી પછી ક્વોરેન્ટાઇનની સ્થિતિમાં જોવા મળતું ગામ ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું કનેવાલ ગામ છે. આ ગામમાં માત્ર 55 લોકો રહે છે અને ગામની ખાસિયત એ છે કે, ગામ એક ટાપુ પર વસેલું છે અને ગામની ચારે તરફ પાણી જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનો વિકાસ ઘણો કરવામાં આવ્યો પરંતુ આજે પણ આ કનેવાલ ગામમાં આઝાદી પછી ક્યારે પણ વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી. રાજ્યમાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ કનેવાલ ગામમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

કનેવાલ ગામની ખાસિયતની વાત કરવામાં આવે તો ગામની ફરતે 22 કિલોમીટરનું તળાવ આવેલું છે અને જો ગામની બહાર કોઇપણ વ્યક્તિને જવું હોય તો તે માત્ર બોટ લઇને જઈ શકે છે. ગામના લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે જ ગામમાં નાનું-મોટું કામ કરે છે અને આ ગામમાં જ શાકભાજી અને અનાજ ઉગાડે છે. આ ગામડામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા બે લોકો તેમના પશુઓનું દૂધ શહેરમાં વેચવા માટે બોટ લઈને ગામની બહાર જાય છે અને ત્યારબાદ પરત આવે છે એટલે કરવાની મહામારી વચ્ચે ગામમાંથી માત્ર બે જ લોકો બહાર જાય છે અને તેઓ ફરીથી ગામમાં આવે છે. દેશમાં કોરોનાની મહામારીના કારણે તંત્ર દ્વારા કેટલાક એરીયા ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને ત્યાંના લોકોને એરિયામાંથી બહાર ન જવા માટે સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ આ કનેવાલ ગામ આઝાદી પછી જ ક્વોરેન્ટાઇન જેવી સ્થિતિમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp