પઠાણી શૂટ પહેરવા બાબતે ગાંધીધામમાં દલિત પર હુમલો, 2 આરોપીની ધરપકડ

PC: gstatic.com

કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં પઠાણી શૂટ પહેરવાના કારણે દલિત વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 2 ઓરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે અમજદ પઠાણ અને અઝગર પઠાણ વિરુદ્ધ ટ્રક ડ્રાઈવર જયંતિ ભાટીને માર મારવાને કારણે ફરિયાદ દાખલ કરી લીધી છે.

માહિતી અનુસાર, જ્યારે જયંતિ ભાટી ગાંધીધામમાં ગ્રીન હોટલ પેલેસ પાસે ચા પી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા 2 આરોપી તેમની પાસે આવ્યા અને બોલાચાલી શરૂ કરી દીધી હતી. બંને જયંતિ ભાટીને પૂછવા લાગ્યા કે તેણે પઠાણી શૂટ શા માટે પહેર્યો છે. ત્રણેય વચ્ચે ઉગ્ર વિવાદ થતાં એક વ્યક્તિએ પાછળથી પઠાણી શૂટ ઊંચો કરીને ભાટીનું મોઢું ઢાંકી દીધું હતું. અને પછી તેને મારવા લાગ્યા હતાં.

આરોપીઓ ત્યાં અટક્યા નહિ, બંનેએ ડ્રાઈવરને ધમકી આપતા કહ્યું કે, તું નીચી જાતિનો વ્યક્તિ છે. અને તારે પઠાણી પહેરવી જોઈએ નહિ. જો ફરી વાર આ રીતના કપડા પહેરતો દેખાયો તો મારી નાખીશું.

આ ઘટના બાદ જયંતિ ભાટીએ ગાંધીધામમાં એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. ત્યાક બાદ આરોપીઓએ વિરુદ્ધ SC/ST એક્ટ(Prevention of Atrocity Act) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે બંને આરોપી અમજદ અને અઝગરની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp