ગુજરાતના CMની ખુરશી બચાવવા માટે ત્રણ CM અને એક DyCM રાજ્યમાં પ્રચાર કરવા આવ્યા

PC: republicworld.com

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી BJP સત્તા પર બેઠેલી છે. ગુજરાતની ચૂંટણીમાં CMની ખુરશી બચાવવા માટે BJPએ પોતાની આખી 'સેના' ઉતારી દીધી છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે BJPએ ઘણા સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે, જેમાં ઘણા CM અને સાંસદોના નામ નોંધવામાં આવ્યા છે.

ગુજરાતમાં BJP એ સ્ટાર પ્રચારકોની યાદીમાં ત્રણ CM, એક DyCM, એક પૂર્વ CM અને એક પૂર્વ DyCM સહીત ઘણા સાંસદોનો સમાવેશ કર્યો છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફંડવીસનો સમાવેશ થાય છે.

CM યોગી શુક્રવારથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર સંભાળી રહ્યા છે. ગુજરાતમાં CM યોગીએ મોરબી, ભરૂચ અને સુરતમાં BJPના ઉમેદવારો માટે પ્રચાર કર્યો અને પક્ષની તરફેણમાં મત માંગ્યા. ગુજરાતમાં CM યોગી સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં CM યોગીએ 35 વિધાનસભા સીટો પર જાહેર સભાઓ કરી હતી. 2017ની ચૂંટણીમાં CM યોગીએ 29 જિલ્લામાં સભાઓ સંબોધી હતી.

ગુજરાત ચૂંટણીમાં MP CM શિવરાજ સિંહ ચૌહાણ 18 નવેમ્બરથી ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે. MP CM શિવરાજ સિંહ ચૌહાણે માંડવી, અબડાસા, મોરબી અને ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં BJPના ઉમેદવારો માટે પ્રચાર કરીને પાર્ટી માટે મત માંગ્યા છે. ગુજરાતમાં MPના CMએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે.

આસામના CM હિમંતા બિસ્વા સરમા પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી રહ્યા છે. CM હિમંતા બિસ્વા સરમાએ ઘણી ચૂંટણી સભાઓને સંબોધિત કરી છે. તેમણે ગુજરાતમાં રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. એક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, 'ભારત જોડો યાત્રામાં આજકાલ રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો દેખાય છે. ચહેરો રાખવો હોય તો ગાંધી જેવો રાખો.

મહારાષ્ટ્રના DyCM ફડણવીસ પણ ગુજરાતમાં પોતાની તમામ શક્તિ લગાવી રહ્યા છે. ગુજરાતમાં DyCM દેવેન્દ્ર ફંડવીસે પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે અને PM નરેન્દ્ર મોદી અને ગુજરાતના CMના વખાણ કર્યા છે, એક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, 'ગુજરાતને વિકસિત રાજ્ય બનાવ્યું છે, દરેક ક્ષેત્રમાં વિકાસ લાવ્યા છે, દરેક નાગરિકને પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. . રોટી, કપડા, મકાન, વીજળી, શિક્ષણ માટે કામ કર્યું. PM બનીને તેમણે ગરીબો, ખેડૂતો અને મજૂરોના કલ્યાણનો એજન્ડા ચલાવ્યો. તેથી જ લોકોએ નક્કી કર્યું છે કે PM મોદીની પાર્ટી BJP જ જીતશે!

ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં PM નરેન્દ્ર મોદી, BJP અધ્યક્ષ JP નડ્ડા, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, CM ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત BJP ચીફ CR પાટીલ, પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલ, ભોજપુરી ગાયક અને પાર્ટીના સાંસદ મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ 'નિરહુઆ', અભિનેતા-રાજકારણી રવિ કિશન અને અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા હેમા માલિનીનું નામ આમા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp