અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના TCએ મુસાફર પાસે ટિકિટ માગી અને પછી...

PC: youtube.com

અમદાવાદમાં હવે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અમાદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા ટિકિટ ચેકરે મોડી રાત્રે કેટલાક મુસાફરો પાસેથી ટિકિટ માંગી હતી. જેના કારણે મુસાફરોએ ટિકિટ ચેકરને માર માર્યો હતો. જેથી ટિકિટ ચેકરને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર રાત્રે ત્રણ વાગ્યે ટિકિટ ચેકર પ્રકાશ કુમાર ટ્રેનમાંથી નીચે ઉતરતા મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યા હતા. તે દરમીયાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પરથી 10થી વધારે મુસાફરો ટિકિટ ચેકરને જોઈને ભાગવા લાગ્યા હતા. જેના કારણે પ્રકાશ કુમારે તમામ મુસાફરનો પીછો કરીને તેમને ઉભા રાખ્યા હતા અને ટિકિટ બતાવવાનું કહ્યું હતુ. ત્યારે દસથી વધારે મુસાફરો ઉશ્કેરાયા હતા અને ટિકિટ ચેકર પ્રકાશ કુમારને માર મારવા લાગ્યા હતા.

ઘટનાની જાણ JRPના જવાનોને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે ટિકિટ વગર ફરી રહેલા મુસાફરીએ JRPના જવાનો સાથે પણ ઝપાઝપી કરી હતી. અંતે તમામ મુસાફરોને પકડી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા ટિકિટ ચેકર પ્રકાશ કુમારને સારવાર માટે સાબરમતી રેલ્વે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રકાશ કુમારને આંખના ભાગે ઈજા થવાના કારણે તેમને ટાંકા લેવા પડ્યા હતા.

ટિકિટ ચેકર પ્રકાશ કુમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મેં એ લોકોને કહ્યું કે, ટિકિટ આપવી પડશે. ત્યારે એ લોકોએ મને પકડી લીધો અને મારવા લાગ્યા હતા. અમારા અન્ય કર્મચારીઓ બચાવવા માટે આવ્યા તો તેમને પણ ઈજા થવા પામી છે. ત્યારબાદ તમામ લોકોને પકડીને JRPના હવાલે કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp