જાણો 14 તારીખે ગુજરાતના ક્યા-ક્યા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

PC: thgim.com

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘ રાજા મહેરબાન થયા છે. ગુજરાતમાં આ વર્ષે સિઝનનો કુલ 116% વધારે વરસાદ નોંધાયો છે. સારા વરસાદના કારણે ગુજરાતના ડેમો, નદીઓ અને તળાવો પાણીથી છલકાય ગયા છે અને હજુ પણ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઇ રહી છે. સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખૂશીની લાગણી જોવા મળી રહી છે. કારણ કે, ખેડૂતોની આજીવિકા અને પાકની ઉપજ વરસાદ પર જ નિર્ધારિત રહે છે. ગત વર્ષે ઓછા વારસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની અછતના કારણે ખેડૂતો વાવેતર પણ કરી શક્યા ન હતા.

છેલ્લા ત્રણથી ચાર દિવસથી કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેટલાક ગામડાઓમાં પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ પણ સામે છે, તો કેટલીક જગ્યાઓ પર નદીઓમાં નવા નીરની આવક થવાના કારણે કેટલાક ગામડાઓમાં સંપર્ક વિહોણા થઇ ગયા છે, ત્યારે હજુ પણ રાજ્ય પર બે વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. આ બે સીસ્ટમના કારણે આવતી કાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આવતી કાલે દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, ભાવનગર, બોટાદ અને દક્ષીણ ગુજરાતના વલસાડ સહીતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ભારે વરસાદની આગાહીના પગેલ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગ રૂપે તમામ પ્રકારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp