ટ્રાફિક પોલીસની કડકાઈ, ઉઠાવી નો-પાર્કિગ ઝોનમાં પાર્ક કરેલી 10 BRTS બસો

PC: wordpress.com

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનોને ઉઠાવવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસે આ બાબતે કડક વલણ અપનાવ્યું હોય તેમ દેખાઈ રહ્યુ છે. ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદમાં નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલી 10 BRTS બસને પણ ડિટેઈન કરવામાં આવી હતી.

અમદાવાદના કોમર્સ છ રસ્તા પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવેલ 10 BRTS બસને ડિટેઈન કરવામાં કરવામા આવી હતી. બસના 5 જેટલા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 5 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

બી ડિવિઝનના ટ્રાફિક PI કે.ડી.નકુમે જણાવ્યું હતું કે, BRTS બસના ડ્રાઈવરો બપોરના સમયે તેમને ફેરો પુરો કરી જમવા જતા હોય એ સમયે તેમની બસ નો-પાર્ક ઝોનમાં મુકીને જતા હોય છે. તેથી તે બસ રોડ પર જ 4 થી 5 કલાક સુધી પડી રહે છે. બસને નો-પાર્કિગમાં ન મુકવા માટે BRTS બસના ડ્રાઈવરો અને અધિકારીઓને ચેતવણી અપાઈ હતી.

ચેતવણી આપ્યા બાદ પણ કોઈ વાત ધ્યાને ન ધરવામાં આવતા આખરે તેમણે સોમવારના રોજ નો-પાર્કિંગમા રાખવામાં આવેલ 5 બસને ડિટેઈન કરી હતી તેમજ 5 ડ્રાઈવર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આ બાદ બુધવારના રોજ ફરી 5 બસ ડિટેઈન કરી હતી તેમજ 5 ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

નો-પાર્કિગમાં પાર્ક કરવામાં આવેલ બસ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય તેવો પ્રથમ કિસ્સો છે. છેલ્લા ચાર દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા 16 લાખથી પણ વધુ દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં તારીખ મુજબ આંકડા જોવા જઈએ તો આ મુજબ છે.

 તારીખ         કુલ કેસ      દંડની રકમ (રૂપિયામાં)
1 DEC.        4203           420300
2 DEC.        3457           345700
3 DEC.        5020          502000
4 DEC.        4085           408500

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp