12 લાખ ક્વિન્ટલ બિયારણ માટે પ્રમાણપત્ર કૃષિ વિભાગ આપે છે જેમાં સૌથી ઓછું કપાસ છે

PC: factordaily.com

ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા વર્ષે 12 લાખ ક્વિન્ટલ બિયારણને પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેમાં સૌથી ઓછું બિયારણ કપાસનું તૈયાર થાય છે. જો કપાસમાં આવી સ્થિતિ હોય તો બીજા બિયારણોમાં ભેળસેળનો કેવો ખતરો રહેતો હશે. 10 ટકા વિસ્તાર રદ થાય છે અને સફળ વિસ્તાર મંજૂર થવાનું પ્રમાણ 90 ટકા છે.

આનુવંશિક અને ભૌતિક શુદ્ધતાના લઘુત્તમ ધોરણોસર મંજૂરી અને પ્રમાણપત્રને પાત્ર બિયારણની થેલીઓ ઉપર પાયાના (ફાઉન્‍ડેશન) બિયારણ માટે સફેદ અને પ્રમાણિત (સર્ટીફાઇડ) કક્ષાના બિયારણ માટે ભુરા રંગની એજન્‍સીની ટેગ લગાવવામાં આવે છે. થેલી સાથે સીવી એજન્‍સીના સીલથી એજન્‍સીના અધિકૃત અધિકારીની હાજરીમાં સીલ કરવામાં આવે છે. પણ લેભાગુ લોકો આવા નિયમોનું પાલન કરતાં નથી.

બીજ પ્રમાણન એજન્સી

ગુજરાત રાજ્યમાં કૃષિ પાકનું ઉત્‍પાદન મેળવવા ખેડૂતોને શુદ્ધ, ખાત્રીવાળુ પ્રમાણિત બીજ મળી રહે તેના માટે ભારત સરકારે બિયારણ અધિનિયમ 1966  અને બિયારણ નિયમો 1968 અમલમાં મુકેલા છે. કેન્‍દ્ર સરકાર દ્વારા માન્‍ય (નોટીફાઇડ) જાતોને આ નિયમો લાગુ પાડેલ છે. બીજની શુદ્ધતા, આનુવંશિક ગુણધર્મો જળવાઇ રહે તે માટે બીજ પ્રમાણનની કાર્ય પદ્ધતિ પ્રસ્‍થાપિત કરલી છે. રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી બીજ પ્રમાણન એજન્‍સીને સોંપેલી છે.

નવા પાકો, નવી જાતો ને નોટીફાઇડ કરવામાં આવે છે. ખેતીના નવા સંશોધનો બીજ પ્રમાણનનાં અનુભવો, મુશ્‍કેલીઓના અભ્‍યાસ બાદ કેન્‍દ્ર સરકારએ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડમાં સુધારા વધારા કરવા તાંત્રિક સમિતિની કરે છે.

પાક – વિસ્તાર(હેક્ટર) – જથ્થો(ક્વિન્ટલ) 2012-13

1 ઘઉં  21500 – 516000

2 ડાંગર  3100 – 93000  

3 મકાઇ  600 – 6000  

4 બાજરી  1000 – 7000

5 ચણા  2300 – 15000

6 મગ  5500 – 38500

7 અડદ  1830 – 9150

8 તુવેર 1700 – 11700  

9 મગફળી  8000 – 80,000

10 તલ  4000 – 20,000   

11 દિવેલા  8400 – 52,500  

12 રાઇ  500 – 6000

13 સોયાબીન  2500 – 25,000

14 કપાસ  35 – 157  

15 દેશી ક્પાસ 7600 – 48,500

16 ઘાસચારો  180 – 1166   

17 શાકભાજી  145 – 3192  

18 જીરુ 6000 – 29450

19 વરીયાળી  60 – 900   

કૂલ 74,950 – 9,63,215

કૂલ 2019 – 1,10,000 – 12,00,000 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp