26th January selfie contest

રાજ્યમાં મહેસાણા અને હળવદમાં 2 અકસ્માતમાં 3ના મોત અને UPમાં અકસ્માતમાં 7ના મોત

PC: dainilkbhaskar.com

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકની થોડી પણ બેદરકારી લોકોના જીવનને જોખમમાં મૂકી શકે છે. રાજ્યમાં 23 ફેબ્રુઆરીના રોજ હળવદ અને કડી-દેત્રોજ રોડ પર બે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ST બસ બંધ ટ્રકની પાછળ અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું અને બીજી અકસ્માતની ઘટનામાં ઈકો કારે પિતા પુત્રીને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.

રિપોર્ટ અનુસાર મહેસાણા જિલ્લાના કડી-દેત્રોજ રોડ પર બનેલી અકસ્માતની ઘટનાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના કડી-દેત્રોજ રોડ પર આવેલા બાલાસર ગામમાં સેંધાજી ઠાકોર તેની દિકરી હિરલને સાથે લઈને એસાર પેટ્રોલ પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પાછળથી આવતી ઈકો કારે પિતા-પુત્રીને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળ પર જ મોત થયુ હતું. તો ઘટનાની જાણ થતા આસપાસના ગામના લોકો એકઠા થઇ ગયા હતા. તો બીજી તરફ લોકોના ડરના કારણે ઈકોનો ચાલક ગાડી મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ ગામ લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસને પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ઈકો કારના ચાલક સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

બીજી અકસ્માતની ઘટના હળવદ હાઈ-વે પર આવેલી મોરબી ચોકડી નજીક બનવા પામી હતી. જેમાં મોરબી ચોકડી નજીક ટ્રક બંધ પડ્યો હતો અને ત્યારે હળવદ-ભુજ રૂટની ST બસ હળવદથી ભુજ તરફ જઈ રહી હતી. તે સમયે બંધ પડેલા ટ્રકની પાછળ બસ ધડાકાભેર અથડાઈ હતી. જે સમયે અકસ્માત થયો ત્યારે બસમાં મુસાફરો પણ સવાર હતા. જેથી આ ઘટનામાં પાંચ મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એક મહિલાનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માતની ઘટનાના પગલે ટાઉન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું છે તેનું નામ માજમ ડીંડોર હોવાનું સામે આવ્યુ છે અને આ મહિલાની ઉંમર 40 વર્ષની છે અને તેઓ સંતરામપુરના રહેવાસી હતા. આ ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિના નામ મુકેશ સંગાડીયા, રાહુલ ડામોર, સોમા વાખલા, નાનજી ડીંડોર અને મોનુ ડામોર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનામાં ST બસના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

વધુ એક અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશમાં સામે આવી છે. ઉત્તરપ્રદેશના મથુરા નજીક આવેલા યમુના એક્સપ્રેસ-વે પર મોડી રાત્રે 12.30 વાગ્યા આસપાસ એક ડીઝલ ભરેલા ટેન્કરે કાબૂ ગુમાવતાં તે એક કાર પર પલટી મારી ગયું હતું. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. 7માંથી 4 લોકો એક જ પરિવારના સભ્યો હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp