પતંગના પકડવાના ચક્કરમાં રાજકોટ અને પાટણમાં 2 બાળકોએ જીવ ગુમાવ્યો

PC: news18.com

ઉત્તરાયણના તહેવારમાં બાળકો તેમના પરિવારની સાથે ઘરના ટેરેસ પર ચઢીને પતંગ ચગાવવાનો આનંદ લેતા હોય છે. પણ ઘણી વખત 2થી 5 રૂપિયામાં મળતી પતંગ પકડવાના ચક્કરમાં બાળક પોતાની જાતને જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી બેસે છે. ત્યારે રાજકોટ અને પાટણમાં પતંગ પકડવાના ચક્કરમાં બે બાળકોએ જીત ગુમાવ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના કોઠારીયા રોડ પર સોલવન્ટ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં ભરવાડ પરિવારનો એક 14 વર્ષનો કિશોર રેલવે ટ્રેક પર પતંગ પકડવા માટે ગયો હતો. જ્યારે આ કિશોર પતંગ પકડવામાં એટલો મશગુલ હતો કે તેને સામેથી આવી રહેલી ટ્રેન ન દેખાઈ અને પતંગમાં ચક્કરમાં આ કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ ઘટનામાં કિશોરને ગંભીર ઈજાઓ થઇ હોવાના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કિશોરમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. ભરવાડ પરિવારના બાળકનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું હોવાનું જાણ થતા ભરવાડ સમાજના લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. પતંગના ચક્કરમાં બાળકનું મોત થતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

આ ઘટનાને લઇને કિશોરના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, તેમના પરિવારનું બાળક સવારના 10થી 10:30 આસપાસ ઘર નજીક આવેલા રેલવે ટ્રક પર પતંગ લૂંટી રહ્યો હતો. પણ તેનું ધ્યાન ન રહેતા ટ્રેનની અડફેટે બાળકનું મોત થયું.

ત્યારે આવી જ એક ઘટના પાટણમાં સામે આવી છે, ત્યાં પણ 2થી 5 રૂપિયાના પતંગના ચક્કરમાં 14 વર્ષના બાળકનું મોત થયું. પાટણમાં એક 14 વર્ષનો બાળક ઇલેક્ટ્રિક DP પર લટકી રહેલો પતંગ લેવાનો પ્રયાસ કરતો હતો તે સમયે તેને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. એક પતંગના કારણે બાળકનું મોત થતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં ચાઇનીઝ દોરીના કારણે એક બાઈક ચાલકનું ગળુ કપાયું હોવાની ઘટના સામે આવી છે.  જેતપુરના નવાગઢ ગામ પાસે એક યુવક બાઈક લઇને રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે ચાઇનીઝ દોરી એકએક યુવકના ગળામાં આવી ગઈ હતી. તેથી આ ઘટનામાં ગળાના ભાગે ગંભીર ઈજા થતા યુવકને સારવાર માટે સરકાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp