'વાયુ'ને પગલે અનેક ટ્રેન અને ફ્લાઈટ રદ્દ, રાહત-બચાવ કાર્ય માટે વિશેષ ટ્રેન શરૂ

PC: indiarailinfo.com

ગુજરાતમાં તોળાઇ રહેલા ભયંકર વાયુ વાવાઝોડાને લઇને ગુજરાત સરકારે સાવચેતીના પગલા લીધાં છે તો સાથે સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પશ્ચિમ રેલવે પણ સાવચેતીના પગલા સ્વરૂપે પરિવહન માટે કેટલાક નિર્ણયો લીધા છે. આ વાવાઝોડાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હોવાથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જનારી ગુરૂવારની બધી ફ્લાઇટ રદ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં અત્યારથી જ ભારે પવન સાથે વરસાદ થઇ રહ્યો છે અને રાજ્ય સરકાર સાવચેતીના પગલા સ્વરૂપે લોકોને સ્થાળાંતરિત કરવાની અને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

 Western Railway: Today, two special evacuation trains to run from Okha station at 1745 hours & 2005 hours for Rajkot and Ahmedabad, respectively. #CycloneVayu https://t.co/FOJfs2PXLT

— ANI (@ANI) June 12, 2019

બીજી તરફ પશ્ચિમ રેલવેએ પણ અસરગ્રસ્તોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા તથા પર્યટકોના બચાવ માટે ઓખાથી બે નવી ટ્રેન શરૂ કરી છે જે સાંજે 17.45 કલાકે રાજકોટ અને 8.05 મિનિટે અમદાવાદ માટે નીકળશે. આ ઉપરાંત વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનથી ઉપડતી તમામ ટ્રેન બુધવારે સાંજે 6 વાગ્યાથી 14 જૂનની સવાર સુધી રદ કરી દેવામાં આવી છે. આ બધા સ્ટેશન પરથી માત્ર એક બચાવ અને રાહત કામ માટેની ટ્રેન ચાલશે. આ ટ્રેન ફસાયેલા લોકોને અમદાવાદ અને રાજકોટ સુધી પહોંચાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp