ઉતરાયણના ઉત્સવનો ઉમંગ, સુરતના એક યુવાને બનાવ્યો 20 ફૂટનો મહાકાય પતંગ

PC: youtube.com

ઉતરાયણના દિવસે આકાશ રંગબેરંગી કલરના પતંગોથી છવાઈ જાય છે. ત્યારે સુરતમાં પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાને મહાકાય પતંગ બનાવ્યા છે. જેથી આકાશમાં વિરાટકાયના પતંગો પણ આ વખતે જોવા મળવાના છે. તેણે સૌથી મોટો પતંગ 20 ફૂટ મોટો બનાવ્યો છે.

સુરત શહેરમાં રહેતા અને છેલ્લા 10 વર્ષથી પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા અજય રાણાએ મોટી સાઈઝના પતંગો બનાવ્યા છે. એમાં પણ આ વર્ષે પતંગ રસિકોની માગને ધ્યાનમાં રાખીને 20 ફૂટ મોટો પતંગ બનાવ્યો છે. આ મહાકાય પતંગ બનાવવા માટે અજયને અન્ય 4 લોકોની પણ મદદ લેવી પડી હતી. આ વિરાટ પતંગને તૈયાર કરતા 6 દિવસ લાગ્યા છે.

અજય રાણાએ જણાવ્યુ કે, "આ 20 ફૂટના પતંગને ઉડાવવા માટે એક વિશેષ દોરીની જરુર પડશે. તેમજ આ પતંગ ઉડાવવા માટે 10 લોકોની પણ જરૂર પડશે. સુરતમાં આ મહાકાય પતંગ આ વખતે નાના પતંગો પર ભારી પડશે." આવા પતંગોની કિંમત તેણે 500 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp