MS યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજને લઇને થયો વિવાદ

PC: youtube.com

વડોદરાની MS યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. હવે MS યુનિવર્સિટી તેના ગુંબજને લઇને વિવાદોમાં સપડાઈ છે. ગુંબજના સમારકામ સમયે કેટલીક તૃટીઓ રહી જતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બે વર્ષ પહેલા આ ગુંબજના સમારકામ માટે બે કરોડથી વધુના ખર્ચે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે સમયે સમારકામ ચાલતું હતું ત્યારે ગુંબજને નુકસાન થયું હતુ, જેના કારણે સમારકામ અટકાવી દેવામાં આવ્યું હતું.

આ વાતને લઇને વિવાદ ઉકેલાતા ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કોઈ કારણો વગર ફરી એકવાર કામ રોકી દેવામાં આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા છે કે, ગુંબજની કામગીરી બંધ થતા તેની હાલત વધારે જર્જરિત થઇ ગઈ છે. જેથી હેરીટેજ વોક પણ થઈ શકતી નથી. ઉલ્લેખનીય છે કે, આર્ટ્સ ફેકલ્ટીનો ગુંબજ વર્ષ 1881માં બ્રિટીશ આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને એશિયાની બીજા ક્રમે આવતો તે સૌથી મોટો ગુંબજ છે.

આ બાબતે વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંચાલકો કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ કામ આપીને વિશ્વ વિખ્યાત ગુંબજની વેલ્યુએશન બગાડવા માંગતા હોય તો એ કરવું ન જોઈએ. આ બાબતે જે વ્યક્તિને ટેન્ડર મળ્યું હોય તેણે પહેલા એક કમિટી બનાવવી જોઈએ અને પછી કામ કરવું જોઈએ.

આ બાબતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દોષનો ટોપલો આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા પર ઢોળી રહ્યા છે અને તે અંગે તેમણે જણાવ્યુ હતું કે, તેમને અમે રીમાઈન્ડર મોકલ્યા છે, પરંતુ તેમની પાસે વર્ક લોડ વધારે હોવાના કારણે ટૂંક સમયમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp