26th January selfie contest

ગાંધીનગરના વસંત પટેલે ભાજપના નેતાઓ પર કર્યા પ્રહાર

13 Feb, 2018
11:01 PM
PC: navsaridp.gujarat.gov.in

ગાંધીનગર જિલ્લાના નેતાઓને સ્થાનિક કાર્યકર અને ગાંધીનગર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય એવા વસંતભાઈ પટેલે ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસને હરાવાવ માટે વ્યૂહરચના ગોઠવવા માટે બેઠક બોલાવી હતી. ત્યારે ટિકિટ આપવાના મુદ્દે વસંતભાઈએ આઈ.કે.જાડેજાની સમે જોઈને કહ્યું કે બધા ચોર છે. ટિકિટ આપવાનું નક્કી થાય છે અને છેલ્લી ઘડીએ નિર્ણય કેમ બદલો છો ? અમારે શું સમજવું. પ્રાંતિયા બેઠક પર મહિલાને ટિકિટ આપવાનું કહ્યું ફોર્મ પણ ભરી દીધું અને ગામમાં બધાને જાણ પણ કરી દીધી હતી, હવે ટિકિટ આપવાનો ઈન્કાર કરી રહ્યાં છો ત્યારે આબરૂના લીરા ઉડાવી દીધા છે.

આ બળાપાથી ભાજપના નેતાઓની પોલ ખૂલી પડી જતાં બધા હેબતાઈ ગયા હતા. પાટનગર ગાંધીનગરમાં જ જો આવું થતું હોય તો રાજ્યના બીજા વિસ્તારોમાં ભાજપના નેતાઓ આવી ટિકિટોની ભાગબટાઈ કરતાં નથી. તે એક સારી બાબત છે. ભાજપમાં ટિકિટ વહેંચણીમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. અનેક સારી લોકોની ટિકિટો કાપી નાંખવામાં આવી છે અને સગાં સંબંધીઓ, વહિવટદારો અને પોતાના જૂથના લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે તેથી આવો વિરોધ રાજ્યમાં ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.