ગુજરાતના આ ગામમાં લોકો કુવામાં રોટલો પધરાવી વરસાદનું પ્રમાણ નક્કી કરે છે

PC: youtube.com

ગુજરાતના જામનગર નજીક આવેલા આમરા ગામના લોકો આષાઢ મહિનાનો પહેલો સોમવાર આવે એટલે એકઠાં થાય છે. ઢોલ નગારા વગાડતા વગડતા તેઓ ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં રોટલાનો નૈવેદ ચડાવે છે. પછી આ રોટલાને ગામના કુવામાં પધરાવે છે. જેનાથી વરસાદ કેવો પડશે તેનું અનુમાન લગાવી શકાય છે. આ પરંપરા ગામમાં વર્ષોથી ચાલી આવી છે. ગ્રામજનોનું માનવું છે કે, વર્ષોથી ચાલી રહેલી આ પરંપરાનું પરિણામ તેમને સચોટ મળ્યું છે. રોટલો જે દિશામાં જાય ત્યાંથી વરસાદનો પ્રારંભ થાય છે. ઇશાન દિશામાં જાય તો વરસાદ સારો રહે છે. જો રોટલો આથમણી દિશામાં જાય તો વરસાદ નબળો રહે છે.

વર્ષો પહેલા આ પરંપરા જ્યારે થતી હતી ત્યારે આસપાસના 20 જેટલા ગામના લોકો વરસાદનું પ્રમાણ જાણવા માટે કુવા નજીક ઉપસ્થિતિ રહેતા હતા. જોકે, આમરા ગામના લોકોએ આ પ્રથાને વર્ષો પછી પણ જાળવી રાખી છે. વૈજ્ઞાનિકો સચોટ સિદ્ધાંતોના કારણે આગાહી કરે છે. ત્યારે ભારતમાં કેટલાક ગામડાંઓમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા એક આસ્થાનું ઉદાહરણ પૂરું પાડે છે. ગામ લોકોનું કહેવું એવું છે કે, આ પરંપરાથી જે પરિણામ જાણવા મળે તેવો જ વરસાદ પડે છે. માતાજીનો બોલ ક્યારેય ખોટો પડતો નથી.

ગામના લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રોટલો પૂર્વ દિશામાં જાય તો સારો વરસાદ થાય, દક્ષિણ દિશામાં જાય તો પણ વરસાદ સારો થાય. વેરાઈ મા બાજુ જે રોટલો જાય તે નબળું વર્ષ ગણવામાં આવે અને પશ્ચિમ દિશામાં જાય તો પણ નબળું વર્ષ થાય છે. આખું ગામ આ જોવા એકઠું થાય છે અને જે પ્રમાણ મળે છે, તે સાચું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp