રાજકોટમાં પાણીમાંથી નીકળી બોલેરો, વાયરલ થયેલા વીડિયો પર આનંદ મહિન્દ્રાએ કહ્યું

PC: navbharattimes.com

ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આફત બનીને વરસેલા વરસાદે તારાજી સર્જી છે. રાજકોટ અને જામનગરમાં નદીઓ બે કાંઠી વહી રહી છે. તો કેટલાય ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ જવાને કારણે લોકોની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે. તંત્ર અને પોલીસ ટીમ બચાવ કામગીરી કરવા માટે ઊતરી છે.

 

એવામાં મહિન્દ્રાની એક કારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં છાતી સમા પાણીમાંથી બોલેરો કાર પસાર થઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઉદ્યોગપતિ-માલિક આનંદ મહિન્દ્રા પણ ચોંકી ગયા છે. રાજકોટ અને જામનગરમાં લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. સર્વત્ર પાણીને કારણે સ્થિતિ સ્થળ ત્યાં જળ જેવી થઈ હતી.રસ્તાઓ પણ જાણે તળાવ ભરાયું હોય એવા ચિત્રો જોવા મળ્યા હતા. એવામાં રાજકોટનો એક વીડિયો એક શખ્સે ટ્વીટર પોસ્ટ કરી દીધો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, રસ્તા પર પાણી ભરેલું છે અને જાણે નદી વહેતી હોય એવા હાલ છે. એવામાં બોલેરો કાર પાણીના કાપતી હોય એ રીતે આગળ વધી રહી છે. આ પોલીસ ખાતાની કાર છે. જે કાદચ રાહત કાર્યમાં અટવાઈ હશે. બોલેરો કાર અડધી પાણી ડૂબેલી છે. પણ એક ક્ષણ માટે પણ સ્પીડ ઓછી કર્યા વગર કાર પાણીની બહાર આવી જાય છે.


યુઝરે આ વીડિયો ગુજરાત પોલીસને પણ ટેગ કર્યો છે. રાજકોટ ક્લેક્ટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રાને પણ ટેગ કરવામાં આવ્યો છે. યુઝરે આ વીડિયો સાથે એવું લખ્યું હતું કે, મહિન્દ્રા હૈ તો મુમકિન છે. કોઈ કેપ્શનની જરૂર નથી. ત્યાર બાદ આનંદ મહિન્દ્રાએ એના પર રીટ્વીટ કરતા લખ્યું હતું કે, ખરેખર? તાજેતરમાં થયેલા વરસાદમાં? હું પોતે ચોંકી ગયો હતો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી છે. જેના કારણે આખાય પંથકમાં પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાઈ ગયું છે. અનેક એવા ખેતર તળાવમાં ફેરવાઈ ગયા છે. તો કેટલી શેરીઓમાં કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેટલીય સોસાયટીઓમાંથી પાણી ઓસરી ગયા છે. પણ વાહનોને ખૂબ મોટું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp