વડોદરામાં ટ્રાફિક પોલીસે સાયકલધારકને મેમો આપ્યો, પરંતુ સત્ય છે કંઇક અલગ

આજે સવારથી વડોદરાના એક પોલીસકર્મીએ સાઇકલ ચાલકને એક મેમો આપતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઓછા સમયમાં હજારો લોકોએ જોયો છે. ત્યારે હવે આ વીડિયો બાબતે વાત કરવામાં આવે તો વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક સાઇકલ ચાલક ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ઉભો છે અને ટ્રાફિક પોલીસકર્મી તે વ્યક્તિ પાસેથી પૈસા લઇને ચલાન આપે છે અને ત્યારબાદ તે વ્યક્તિ મેમો ખિસ્સામાં મૂકીને ચાલ્યો જાય છે. તમે આટલો જ વીડિયો જોયો હશે અને પરંતુ આ વીડિયોની હકીકત કંઇક અલગ જ છે.

રિપોર્ટ અનુસાર વાયરલ થયેલા વીડિયો એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને આ મેસેજની સાથે એક ચલાનનો ફોટો પણ વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, 'ચકલી સર્કલ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક અ. હે. કો. ઇકબાલભાઈ યાકુબભાઈ નાએ આઈસર ટેમ્પો નંબર GJ-06-AX-1968ના ચાલકને રોકેલ હતો અને પાવતી બનાવેલ હતી. આ ચાલક રમેશ વાડી રહે-ગોરવા નાઓ પાસે પૈસા ન હોય અને પૈસાની પાકીટ ઘરે ભૂલી આવેલા હોવાનું જણાવતા આઈસર ટેમ્પો રોડની સાઈડમાં રખાવીને ઇકબાલભાઈએ તેઓને ઘરે જઈ પૈસા લઇ આવામાં મોકલેલ, જેથી આ ટેમ્પો ચાલક પૈસા લેવા માટે ઘરે ગયેલ અને ઘરેથી સાઇકલ લઇને પૈસા લઇ આવેલ જે પૈસા તેઓએ આપેલ જેથી ઇકબાલભાઈએ તેઓને સમાધાન શુલ્કની પાવતી આપેલ હતી આ દરમિયાન કોઈકે આ વીડિયો ઉતારી વાયરલ કરેલાનું જણાય છે તે સિવાય અન્ય કોઈ હકીકત બનવા પામેલ નથી'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp