કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટ ભ્રષ્ટાચારી વ્યક્તિ છે: રતનસિંહ રાઠોડ

PC: khabarchhe.com

લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં જેમ-જેમ નજીક આવતું જાય છે તેમ-તેમ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટ લોકોને પૈસા આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટાના કારણે પંચમહાલમાં રાજકારણ ગરમાયું છે. ફોટાના આધારે ભાજપના નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે કે, વી. કે. ખાંટ મતદારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ ફોટાને ફેક ગણાવી રહ્યા છે.

આ બાબતે ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મેં 500ના બંડલમાંથી નોટ કાઢતા કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટને જોયા છે. મને એમ લાગતું હતું કે, તેઓ મત ખરીદવાના પ્રયાસો કરે છે. મને એમ લાગે છે કે, એ ભ્રષ્ટાચારી વ્યક્તિ છે. પોતે સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને પોતે જ ભાષણોમાં એમ કહે છે કે, મારા ચાર પેટ્રોલ પંપ છે એટલે મને પૈસાની પડી નથી. એટલે મને એમ લાગે છે કે, સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોના મોમાંથી કોળીયો છીનવવાનો પ્રયાસ કરે છે.

આ બાબતે કોંગ્રસના પ્રવક્તા હિમાંશુ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારા ઉમેદવારનાં જુના સામાજિક કાર્યક્રમનના ફોટાને ચૂંટણી સાથે જોડીને ભારતીય જનતા પાર્ટીની ફેક સોશિયલ મીડિયા ટીમ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ છે.

આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાસે મુદ્દાઓ પણ નથી, માત્ર પૈસાના જોરે અને ગુંડાગીરીના જોરે કોંગ્રેસ ચૂંટણી લડવા નીકળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp