ગુજરાતમાં જળસંકટના વાદળા ઘેરાયા, સરકાર ચિંતિત

PC: youtube.com

ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ થયો હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક ઓછી થઈ હતી. ત્યારે શિયાળામાં જ મોટાભાગના જળાશયોમાં જળસ્ત્રોતમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. રાજ્યના 203 પૈકી 166 જળાશયોમાં 70 ટકાથી ઓછુ પાણી છે. ઉનાળાના દિવસો ગુજરાતની જનતા માટે આકરા રહેવાની શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થતા જળાશયોમાં નવા પાણીની નહીંવત આવક થઈ હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમમાં અત્યારથી જ ખાલી થઈ ગયા હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે. સરહદી જિલ્લા કચ્છમાં વરસાદ ખૂબ જ ઓછો થયો હોવાથી જળાશયોમાં માત્ર 11.42 ટકા પાણી છે. પાણીની સમસ્યાને કારણે મોટાભાગના પશુપાલકો પોતાના પશુધન અને પરિવાર સાથે હિજરત કરી રહ્યાં છે.

રાજ્યના 83 જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર છે. આવી જ રીતે 14 જળાશયોમાં જ 90 ટકા કરતા વધુ પાણી છે. જ્યારે 13 જળાશયોમાં 80થી  90 ટકા, 10 જળાશયોમાં 70થી 80 ટકા અને 166 જળાશયોમાં 70 ટકાથી પણ ઓછું પાણી છે. રાજ્યના 166 ડેમોમાં 70 ટકા કરતાંય ઓછું પાણી રહ્યું છે જયારે 34 ડેમોમાં તો પાણીના તળિયા દેખાઇ રહ્યાં છે કેમકે,માત્ર દસ ટકા કરતાંય ઓછુ પાણી બચ્યું છે.

નર્મદા ડેમમાં પાણીનો જથ્થો અમુક અંશે વધ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના ડેમ સૂકાતા જાય છે. અત્યારથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં પાણીના પોકાર ઉઠ્યાં છે. સરકારે ગુજરાતના કેટલાક ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે તો આ સાથે જ કચ્છમાં તો પાણીની ખુબજ તંગી શિયાળાથી દેખાઇ રહી છે. બીજી તરફ પાણીના અભાવે ખેતરમાં મહામુલો પાક મુરઝાતો હોવાથી ખેડૂતો પણ સિંચાઈ માટે પાણી છોડવા માટે માંગણી કરી રહ્યાં છે.

શિયાળામાં જ રાજ્યાના મોટાભાગના ડેમના તળીયા દેખાવા લાગતા સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. તેમજ ઉનાળાના આકરી ગરમીના દિવસોમાં ગુજરાતની જનતાની સમસ્યા વધારે વકરવાની શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp