ગુજરાતમાં 5 દિવસ શું રહેશે વરસાદની સ્થિતિ

PC: Khabarchhe.com

દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 3.1 થી 3.6 કિલોમીટરની ઉંચાઈ પર અપરએર સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે રાજયમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, નર્મદા, ખેડા, આણંદ, મહિસાગર, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દિવ જયારે આવતીકાલે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, મહિસાગર, વલસાડ, નવસારી, સુરત, જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

14 થી 17 જુલાઈ દરમિયાન રાજયના અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, મહિસાગર, જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, ખેડા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાંઆવી છે.

દક્ષિણ ગુજરાત પર આ વખતે મેઘરાજા વધુ મહેરમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન સવા આઠ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્ર્વરમાં 89 મીમી, ભરૂચમાં 111 મીમી, અનસોટમાં 34 મીમી, જગડીયામાં 54 મીમી, નૈત્રાંગમાં 39 મીમી, વલીયામાં 37 મીમી, નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 38 મીમી, ગુરુદેશ્ર્વરમાં 67 મીમી, નાડોદમાં 44 મીમી, તિલકવાડામાં 75 મીમી, તાપીના સોનગઢમાં 52 મીમી, ઉછાલમાં 80 મીમી, વાલોદમાં 65 મીમી, વ્યારામાં 156 મીમી, સુરતના ચોર્યાસીમાં 142 મીમી, બારડોલીમાં 91 મીમી, કામરેજમાં 114 મીમી, મહુવામાં 86 મીમી, માંડવીમાં 58 મીમી, પલાસણામાં 94 મીમી, સુરતમાં 136 મીમી, નવસારીના ચીખલીમાં 183 મીમી, ગણદેવીમાં 188 મીમી, જલાલપુરમાં 159 મીમી, ખેર ગામમાં 159 મીમી, નવસારીમાં 158 મીમી, વાસંદામાં 164 મીમી, વલસાડના ધરમપુરમાં 149 મીમી, કપરારામાં 83 મીમી, પારડીમાં 95 મીમી, વલસાડમાં 122 મીમી, વાપીમાં 39 મીમી, ડાંગ જિલ્લાના વઘઈમાં 112 મીમી, ડાંગમાં 116 મીમી અને સુબીરમાં 155 મીમી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. રાજયમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 31.91 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp