એક જ દિવસે મતગણતરી હાથ ધરવાની માંગ અંગે જાણો સી.આર.પાટીલે શું કહ્યું

PC: facebook.com/CRPatilMP

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુપ્રીમકોર્ટના ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે, એક જ દિવસે મતગણતરી હાથ ધરવાના ગુજરાત હાઇકોર્ટે અરજદારની રીટ પીટીશન સામે ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ સમય પત્રક મુજબ જ મતગણત્રી હાથ ધરવાના ચુકાદો આપેલ હતો.

અરજદારે આ ચુકાદો ગ્રાહ્ય ન રાખતાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે હાથ ધરવા અંગે અપીલ દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમે કોર્ટ પણ અરજદારની રીટ પીટીશન ફગાવી ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખ્યો છે, તેને અમો આવકારીએ છીએ, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત વિરોધીઓને ગાલ ઉપર વધુ એક તમાચો પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp