શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્ર મહેન્દ્રસિંહને આપી ચીમકી

PC: facebook.com

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં ગયા બાદ પત્રકારો સાથે વાત કરતા બાપુએ કહ્યું હતું કે મેં  મારા પુત્ર મહેન્દ્રને ભાજપમાં જતા પહેલા ઉતાવળ નહીં કરવા જણાવ્યું હતું, છતાં તેઓ ભાજપમાં ગયા છે, હું મહેન્દ્રસિંહને એક સપ્તાહની મહેતલ આપું છું, તેઓ એક સપ્તાહમાં પોતાના કાર્યકરની  બેઠક બોલાવે તેમનો મત  જાણો. જો  કાર્યકર ભાજપમાં ગયા તે મત સાથે નથી તો ભાજપ છોડી દો અને જો તેઓ હા પડે વાંધો નથી પણ જો તે એક સપ્તાહમાં કાર્યકરોને ના બોલાવે તો મારા અને તેમના સંબંધનો અંત આવશે.

વાઘેલાએ જણાવ્યું કે મહેન્દ્રસિંહના નામની પાછળ મારું નામ જોડાયેલું છે, તેના કારણે ગેરસમજ ઉભી થઇ રહી છે માટે આ સ્પષ્ટતા કરી રહ્યો છું. મહેન્દ્રસિંહને મેં કહ્યું હતું કે  કાર્યકરોને પૂછ્યા વગર જવાનો અર્થ થાય કે તમે તમારું  ગોઠવી લીધું તેવું લાગી રહ્યું છે.

તેમણે કહ્યું કે છેલ્લા ચાર  દિવસથી ભાજપ દ્વારા મહેન્દ્રસિંહ ઉપર ભાજપમાં જોડાઈ જવા દબાણ થઈ રહ્યું હતું, મેં ઉતાવળ નહીં કરવા કહ્યું હતું,  છતાં  આજે તેમણે ભાજપનો ખેસ પહેરી  લીધો. હું ભાજપના કોઈ નેતાના સંપર્કમાં નથી, કોંગ્રેસના ઘણા તેના મારા સંપર્કમાં છે 2019 ચૂંટણી માટે શું કરવું તે હું જલ્દી જાહેર કરીશ, પણ હું ભાજપ કોંગ્રેસમાં જવાનો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp