ગુજરાતમાં લાગુ થનારી 10% અનામત બાબતે જાણો અલ્પેશ કથીરિયાએ શું કહ્યું

PC: facebook.com/alpesh.kathiriya.58

કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને જે 10% આર્થિક અનામત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી ગુજરાતમાં કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયનો અમલ થશે. આ બાબતે PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને એ નથી સમજાતું કે, 10% જ શા માટે? એવો તો ક્યાંથી સરવે આવ્યો કે 10% જ. બહારના રાજ્યોની જે પરિસ્થિતિ હોય પણ હું ગુજરાત રાજ્યની પરિસ્થિતિ સમજુ છું. જેના દોઢ કરોડ જેટલો સમાજ તો પાટીદાર છે અને બીજા સમાજની પણ વસ્તી ખૂબ જ મોટી છે તો આ બધાનો સમાવેશ 10%માં થશે? જો ન થાય તો રૂપાણી સાહેબ કંઈ નવું સંશોધન કરો કારણકે ગુજરાતમાં 10% ચાલે એવી પરિસ્થિતિ જ નથી. નહીં તો સાવર્ણોમાં ઝઘડો કરાવશો.

વધુમાં અલ્પેશે જણાવ્યુ હતું કે, આ બાબતે કોઈ ચર્ચા જ નહીં અમને જ્યારે બોલાવશે ત્યારે અમે અમારી ટીમ સાથે જશું. મેં વાયબ્રન્ટ ગુજરાત જોયું છે. ગતિશીલ ગુજરાત જોયું છે. ગરવી ગુજરાત પણ જોયું છે અને જો એવું જ આ EBC ગુજરાત હશે તો ભયંકર હશે. ભૂતકાળમાં પટેલોને માર્યા, દલિતોને માર્યા, OBC સમાજને માર્યા અને અઠવાડિયા પહેલા ખેડૂતોને માર્યા, કાલે સવારે જે મહિલાઓ છૂટી હતી તેના શરીરે પાટા બાંધ્યા હતા, આ ગતિશીલ ગુજરાત છે. માત્રને માત્ર ગુજરાતના નામે વોટબેન્ક ઊભી કરી છે ભારતમાં આ ભારતીય જનતા પાર્ટીએ. આ બિલ પાસ કરવા માટે તમામ પક્ષોની વોટબેન્ક વધે તે માટે આ બિલ પાસ કરવામાં આવ્યું છે. ઇતિહાસ બદલવા માગો છો તો તમે બંને પક્ષોએ ચર્ચા કેમ ન કરી. માત્રને માત્ર બધા પક્ષે એટલા માટે હકારાત્મક વલણ દાખવ્યું છે કે, જો આ બિલની વિરુદ્ઘમાં બોલે તો તેમની વોટબેન્કમાં ફરક પડે. માત્રને માત્ર રાજનીતિના કારણે બિલ પાસ થયું છે.

બિલ પાસ કરવા માટે સરવે થવો જોઈએ, સંશોધન થવું જોઈએ, સારા લોકોની સલાહ લેવાવી જોઈએ. બિલ પાસ કરતા પહેલા દેશભરના લોકોના અભિપ્રાય લેવા જોઈએ, સર્વદળીય બેઠક મળવી જોઈએ. તમામ પક્ષોએ ખૂલીને ચર્ચા કરવી જોઈએ. ત્યારબાદ સંસદમાં આવે અને ક્યાં વિસ્તારમાં કેટલી અનામત આપવી ચર્ચા થવી જોઈએ, કારણકે બધા રાજ્યોમાં અનામતની અલગ અલગ પરિસ્થિતિ છે, તામિલનાડુમાં 69% છે, ગુજરાતમાં 49% છે, બાજુમાં 51 હતી અને 20 બીજી આપી ત્યારે ભારતના બધા રાજ્યોમાં અલગ અલગ પરિસ્થિતિ છે ત્યારે તમે બધા રાજ્યોમાં 10% કોમન આપશો તો કઈ રીતે શક્ય છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp