હાર્દિકે PM મોદી અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન

08 Dec, 2017
02:52 PM
PC: twitter.com/hardikpatel_

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખૂબ જ ખરાબ શબ્દોનો ઉપયોગ કરનારા કોંગ્રેસના પૂર્વ નેતા મણિશંકર ઐયરની ચારેબાજુ ટીકા થઈ રહી છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, મણિશંકરે જે નિવેદન આપ્યું છે, તે ખૂબ જ ખોટું છે, આવું નિવેદન ન કરવું જોઈએ.

હાર્દિકે વધુમાં કહ્યું હતું કે, પરંતુ PM નરેન્દ્ર મોદી સાહેબ પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પણ સોનિયા ગાંધીને બાર ગર્લ વગેરે કહ્યું હતું. એ પણ ખોટું હતું. એટલે કે, જે વ્યક્તિ એક મહિલાનું અપમાન કરી શકે છે, આજે જ્યારે તેમના પર આવ્યું તો, તમે કહો છો કે જવાબ જનતા આપશે.

હાર્દિકને મણિશંકરના નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર ગઈ છે, તેવો સવાલ પૂછાતા તેણે જવાબ આપ્યો હતો કે, મણિશંકર ઐયરને તો કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે ને, એમાં કોંગ્રેસને શું લેવું દેવું. જ્યારે મોદી સાહેબ અને ભાજપના લોકો જ્યારે ખરાબ બોલતા હતા, ત્યારે ભાજપે કોઈને સસ્પેન્ડ કર્યા?

BJPએ હજુ સુધી કોઈ મેનિફેસ્ટો જાહેર નથી કર્યો તે અંગે હાર્દિકે કહ્યું હતું કે, તેમણે હજુ સુધી ઘોષણાપત્ર જાહેર નથી કર્યું, CD બનાવવાના ચક્કરમાં ઘોષણાપત્ર જાહેર કરવાનું જ તેઓ ભૂલી ગયા છે.  

ઉલ્લેખનીય છે કે, મણિશંકર ઐય્યરે કહ્યું કે બાબા સાહેબ આંબેડકરની ઈચ્છા હતી તેને સાકાર કરવામાં એક વ્યક્તિનું સૌથી મોટું યોગદાન હતું. અને તે વ્યક્તિ જવાહરલાલ નેહરુ હતી. હવે બાબા સાહેબ આંબેડકર ભવનનાં ઉદ્ધાટન દરમિયાન નેહરુ અને ગાંધી પરિવાર પર ગમે તેમ આક્ષેપો કરતો આ માણસ નીચ માનસિકતા ધરાવે છે. યે આદમી નીચ કિસ્મ કા આદમી હૈ, ઉસમે કોઈ સભ્યતા નહી હૈ. આવા મોકા પર ગંદી રાજનીતિ કરવાની શું આવશ્યકતા રહેલી છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.