પૂણેના ભડકાઉ ભાષણ અંગે મેવાણી શું બોલ્યા?

PC: indianexpress

મહિસાગર જિલ્લાના ગોધરા ખાતે અભિવાદન સમારોહ દરમિયાન વડગામથી કોંગ્રેસના સમર્થનથી વિજેતા થયેલા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પૂણેની ઘટના અંગે પ્રત્યાઘાત આપ્યા હતા. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાજપના ટોચના નેતાઓએ હરાવવા માટે સભાઓ કરી છતાં 19 હજાર મતે જીત્યો છું.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે મારી જીત માટે અનેક લોકોએ કામ કર્યું. ખાસ કરીને યોગેન્દ્ર યાદવે 6 દિવસ સુધી મારા માટે પ્રચાર કર્યો. વડગામમાં ચૂંટણી નહી પણ આંદોલનમાં ભાગ લઈ રહ્યા હોવાનું જણાઈ આવી રહ્યું હતું. ગરીબ, શોષિત અને વંચિત લોકો માટે કરવાની ખેવના છે.

તેમણે કહ્યું કે ડોકટર બાબા સાહેબ આંબેડક અને મહાત્મા ગાંધી વચ્ચે એક તીખો સંવાદ થયો હતો પણ મારા કેસમાં બાબા સાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકર અને ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધી વીડિયો મારફત જીતાડવા અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક ફાઈલો સળગાવવી પડશે. અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને પાડવા માટે 50 કરોડ ખર્ચ્યા તેના બદલે આ બન્ને વિસ્તારોના વિકાસ પાછળ ખર્ચ્યા હોત તો બન્ને સીટો હારવી પડત. એમની ભાવના કોઈને પાડવાની છે. આપણી ભાવના બેઠા થવાની અને કોઈને બેઠા કરવાની છે.

પૂણેમાં સ્પીચ આપી મારી સામે ભડકાઉ ભાષણ કરવાનો ગુનો દાખલ કરાયો. સદંતર જુઠ્ઠી રીતે કેસ કરાયો છે. ગુનો દાખલ કર્યા બાદ ટેન્શનમાં આવી ગયા. જિગ્નેશ મેવાણીને અંદર નાંખીશું તો ગુજરાત-મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ગંભીર પડઘા પડશે. હાલ એફઆઈઆર પડતી મૂકી દીધી છે. ફોજદારી કેસમાં નિવૃત્ત જજને બેસાડો અને મારી 19 મીનિટની સ્પીચ સાંભળી લો.એક પણ માણસ એમ કહી શકશે નહી કે મારી સ્પીચ ભડકાઉ છે.

તેમણે કહ્યું કે ગુનો દાખલ કરવાનું કારણ એક જ છે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને જો છૂટ્ટા મૂક્યા તો 2019માં ભારે પડી જશે, બુચ મારી દેશે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ કરતાં હું વધારે દેશમાં પ્રચાર કરું છું એટલે મને ખબર છે કે આ લોકો અમારાથી કેટલા ગભરાય છે. હવે આપણે પૂછીએ કે બંધારણ જોઈએ કે મનુસ્મૃતિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp