નવરાત્રિ આયોજન પર પર પ્રતિબંધ બાબતે CM રૂપાણીએ શું કહ્યું?

PC: google.com

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરાત્રિના એક દિવસ પહેલા વીડિયો સંદેશામાં કહ્યું હતુ કે,આ વખતે નવરાત્રિના પર્વમાં ગરબા આયોજન પર પ્રતિબંધનો નિર્ણય યથાર્થ છે, કારણ કે ગરબાંના આયોજન કરતાં લોકોનું સ્વાસ્થ્ય અમારા માટે પ્રાથમિકતા છે. સમારોહ અને ઉત્સવને બદલે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી વધારે જરૂરી છે. ગુજરાત સરકારે રાજયભરમાં નવરાત્રિના સમયમાં ગરબાં આયોજનો પર પ્રતિબંધ મુકી દીધો છે.

અને એટલે જ ગુજરાતમાં નવરાત્રિની ઝળહળાટ, રોનક દેખાતી નથી. સોસાયટીઓ, આયોજનનો સ્થળો સુમસામ થઇ ગયા છે. માત્ર કેટલાંક લોકો પોતોના ઘરમાં કે ફાર્મ હાઉસમાં 5-10 લોકો ભેગાં થઇને ગરબાનો આનંદ માણી રહ્યા છે.જો કે લોકો પોતે પણ સમજીને નવરાત્રિમાં ગરબા નહીં રમવાનો નિર્ધાર કરી ચુક્યા છે.

ગુજરાતમાં નવરાત્રિ એટલે સંસ્કૃતિનું પર્વ, નવરાત્રિએ એટલે માંની આરાધનાનું પર્વ, નવરાત્રિ એટલે નવ દિવસ સુધી ગરબે ઘુમવાનું પર્વ, નવરાત્રિ એટલે યુવાનોને હિલોળે ચઢવાનું પર્વ અને નવરાત્રિ એટલે આર્થિક ઉપાર્જનનું પર્વ. વિશ્વભરમાં વિખ્યાત ગુજરાતી ગરબાના ઉત્સવ નવરાત્રિનું ગુજરાતીઓમાં અદકેરું મહત્ત્વ છે.મહિનાઓ પહેલાંથી ખૈલેયા ગરબે ઘુમવાની પ્રેકટીસ શરૂ કરી દેતા હોય છે.પરંતુ આ વખતે ગુજરાત સરકારે રાજયમાં ગરબા આયોજન અને ગરબાં રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે.નવ દિવસના નવરાત્રિ ઉત્સવના એક દિવસ પહેલાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગરબા આયોજનની સાથોસાથ સોસાયટીઓમાં થતા ગરબા આયોજનોને પણ પરવાનગી નહીં મળે.

રૂપાણીએ એક વીડીયો સંદેશોમાં કહ્યું હતુ કે, અમને ખબર છે કે ગુજરાતના લોકો માટે નવરાત્રિનું સવિશેષ મહત્ત્વ છે. લોકો નવરાત્રિમાં ગરબે ઘુમવા મહિનાઓથી આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.પરંતુ આ વખતે સ્થિતિ જુદી છુ. આખી દુનિયા કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. અમે પણ મહિનાઓથી કોરોના સામે લડત ચલાવી રહ્યા છીએ. લોક સ્વાસ્થ્ય પર વિશેષ ભાર આપીને અમે નવરાત્રિમાં છુટ આપી નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, લોક સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. કોરાના સંક્રમણને રોકવા અત્યાર સુધીમાં જે પ્રયાસ કરવામાં આવ્યા છે, તે નિષ્ફળ ન જાય તે વાત પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે.રૂપાણીએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને લોકોને સહયોગ આપવાની પણ વિનંતી કરી છે. ગુજરાતમાં 15 ઓકટોબર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 1,56,283 કેસ નોંધાયા છે અને કુલ 3,609 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp