હાર્દિકના વીડિયો બાબતે BJPના આ નેતાએ શું કહ્યું, જાણો

14 Nov, 2017
03:01 PM
PC: twitter.com/hardikpatel_

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના એક પછી એક બે વાંધાજનક વીડિયો સામે આવ્યા બાદ BJPના નેતા અને કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના કથિત વાયરલ વીડિયો સાથે BJPને કોઈ લેવા-દેવા નથી. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓને આડે હાથે લીધા હતા. તેમણે કહ્યું હતું કે, કથિત વીડિયો બહાર પાડનાર હાર્દિક પટેલનો નજીકનો મિત્ર છે. અમે સોશિયલ મીડિયામાં આ વીડિયો જોયો છે, જેની સાથે અમારે કોઈ સંબંધ નથી. આ ઘટના લાંછનરૂપ છે.

Leave a Comment: