હાર્દિક કોંગ્રેસને ટેકો જાહેર કરે તો શું થાય અને ભાજપને ટેકો આપે તો શું થાય?

PC: facebook.com/hardikpatel

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા હાર્દિક પટેલ આજે નેશનલ ચેનલ પર જોવા મળ્યો. હાર્દિકે કેટલીક પેટછૂટી વાતો કરી અને પાટીદાર હિતને જ પ્રાધાન્યતા આપી છે.

હાર્દિકે કહ્યું કે દેશ વિભિન્નતાઓ બન્યો છે. જો મોદી સરકાર અથવા અન્ય કોઈ સરકાર અંગ્રેજ બનવાની કોશિશ કરશે તો સામાન્ય માણસ પાસે ભગતસિંહ બનવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહી. જ્યારથી દેશ છે ત્યારથી જાતિઓ છે. 1.20 કરોડ પાટીદાર છે. હું જે જાતિમાંથી આવું છું તો ખેડુતોની વાત કરવી મારું કર્તવ્ય છે. અનેકતામાં એકતા છે. સંવિધાનમાં અનામતની વાત કરવામાં આવી છે અને સંવિધાનમાં તમામના અધિકારની પણ વાત કરવામાં આવી છે.

હાર્દિકે ચર્ચાંમાં વધુ કહ્યું કે આજે પટેલ સમાજની હાલત ખરાબ છે આના માટે તેમને અનામત મળવી જોઈએ. ઓબીસી ક્વોટાનાં 27 ટકાને વધારી 30થી 32 કરવામાં આવે અને તેમાં ઓબીસીને પણ સામેલ કરાય. પાટીદારોને અનામત જોઈએ સરકારે જ્યાંથી પણ આપવી હોય ત્યાંથી આપે.

હાર્દિકની આ વાતથી સ્પષ્ટ થાય છે જે પક્ષ પાટીદારોને અનામત આપશે તેને પાટીદાર અનામત આંદોલન સમિતિ ચૂંટણીમાં ટેકો આપશે.

ધારોકે ભાજપ હાર્દિકની વાત માની લે છે અને પાટીદારોને આબીસી ક્વોટામાં સમાવેશ કરે છે તો શું હાર્દિક ભાજપને ટેકો આપશે. અનામતની એક માંગણી છે જ્યારે બીજી માંગણી પોલીસ સામે કાર્યવાહી કરવાની છે. હવે મુદ્દો એ છે કે હાર્દિકનો ઝોક કોના તરફ વધારે રહેશે?

હાલ તો હાર્દિકે ભાજપની સામે બાંયો ચઢાવી છે પરંતુ તેની ફરતેની ટીમ હવે ભાજપ તરફ વળી રહી હોવાનાં સંકેત મળી રહ્યા છે. હાર્દિક પોતે ભાજપ સાથે જાય છે અને અનામત વગર જાય છે તો તેનાં આગળનાં કેરિયર પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. જ્યારે કોંગ્રેસને ટેકો આપે છે તો હજુ કોંગ્રેસની સરકાર કેવી છે તેનો સ્વાદ ગુજરાતનાં સવા કરોડ યુવાઓએ ચાખ્યો નથી. તો હાર્દિકે શું કરવું જોઈએ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp