PM મોદીની સામે જ્યારે રોબોટ ચા-સેન્ડવિચ લાવ્યો, જુઓ સાયન્સ સિટીનો અદભૂત VIDEO

PM નરેન્દ્ર મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે છે. 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ના 20 વર્ષ પૂરા થવાના અવસરે તેઓ અમદાવાદ ગયા છે. PM નરેન્દ્ર મોદી બુધવારે સાયન્સ સિટીની રોબોટિક ગેલેરી પહોંચ્યા હતા. ત્યાં માત્ર એક-બે નહીં પણ રોબોટની આખી ફોજ તેમનું સ્વાગત કરવા ઊભી હતી. સૌથી રસપ્રદ નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે 'ચાયવાલા રોબોટ' PM નરેન્દ્ર મોદીની સામે ચા અને સેન્ડવીચ લઈને પહોંચ્યા. PM નરેન્દ્ર મોદી, ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ એક લાઈનમાં બેઠા હતા અને રોબોટે તેમના નાસ્તાની વ્યવસ્થા કરી હતી. તેણે બંને હાથે ટ્રે પકડી અને બરાબર યોગ્ય જગ્યાએ વળ્યો. PM નરેન્દ્ર મોદી સામે ટ્રે લંબાવી અને PM મોદીએ ચાનો કપ ઉપાડ્યો.
PM મોદીએ 'X' પર રોબોટિક ગેલેરીનો વીડિયો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'રોબોટિક્સ સાથે ભવિષ્યની અનંત શક્યતાઓની શોધખોળ!' વીડિયોમાં જોઈ શકાય છે કે, એક રોબોટ નાસ્તાની પ્લેટ લઈને PM નરેન્દ્ર મોદીની સામે પહોંચે છે. ત્યાં PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે રોબોટની ફોજ પણ જોવા મળી હતી.
PM મોદીએ 'X' પર લખ્યું, 'ગુજરાત સાયન્સ સિટીના આકર્ષણો જોઈને સવાર વિતાવી. રોબોટિક્સ ગેલેરીથી શરૂ કરીને, રોબોટિક્સની અપાર શક્યતાઓને ખુબ જ અદભુત રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. તે જોઈને આનંદ થયો કે, આ કેવી રીતે યુવાનોમાં જિજ્ઞાસા જગાવી રહી છે. રોબોટિક્સ ગેલેરીના કાફેમાં રોબોટ દ્વારા પીરસવામાં આવેલા ચાનો કપ લઈને ચાનો પણ આનંદ માણ્યો.
ચંદ્રયાન-3 મિશન હેઠળ તેના બે સંદેશવાહક ચંદ્ર પર સૂઈ રહ્યા છે. વિક્રમ અને પ્રજ્ઞાન જાગવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે PM મોદીએ ગુજરાતમાં ઘણા DRDO રોબોટ જોયા. કૃષિ રોબોટ્સ અને સ્પેસ રોબોટ્સની ભૂમિકા પણ જોઈ. PM મોદીએ કહ્યું કે, તે સ્પષ્ટ છે કે તેમની પાસે હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને રોજિંદા જીવનમાં પરિવર્તન લાવવાની જબરદસ્ત ક્ષમતા છે.
PM મોદીએ સાયન્સ સિટીના નેચર પાર્કની પણ મુલાકાત લીધી હતી. અનેક તસવીરો પોસ્ટ કરીને તેમણે લખ્યું, 'ગુજરાત સાયન્સ સિટીની અંદર નેચર પાર્ક એક શાંત અને આકર્ષક સ્થળ છે. પ્રકૃતિ પ્રેમીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ બંને માટે તે મુલાકાત લેવી આવશ્યક છે. આ પાર્ક માત્ર જૈવવિવિધતાને પ્રોત્સાહન આપતું નથી, પરંતુ લોકો માટે શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરે છે.'
PM મોદી સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરી પણ પહોંચ્યા હતા. PM મોદીએ 'X' પર લખ્યું, 'એક્વાટિક ગેલેરી એ જૈવવિવિધતા અને દરિયાઈ અજાયબીઓની ઉજવણી છે. તે આપણા જળચર ઇકોસિસ્ટમના નાજુક પરંતુ ગતિશીલ સંતુલનને પ્રકાશિત કરે છે.'
Exploring the endless possibilities of the future with Robotics! pic.twitter.com/DYtvZN9CLC
— Narendra Modi (@narendramodi) September 27, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp