સૌરાષ્ટ્રમાં દિલિપ સંઘાણી અને નારણ કાછડિયા સામે કોને વાંધો છે?

અમરેલી લેટરકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાને પોલીસે આખરે એક મહિના પછી છોડી દીધો છે. મનીષ વઘાસિયાએ બહાર આવીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. મનીષે કહ્યું કે, મને પોલીસ મારી મારીને એવી કબુલાત કરાવવા માંગતી હતી કે, અમરેલી લેટરકાંડ પાછળ ઇફકોના ચેરમેન અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનો હાથ છે. પોલીસે એના માટે મને ઘણો માર માર્યો.
પરંતુ મેં પોલીસને કહ્યું હતું કે, જે લેટર વાયરલ થયો છે તે ઓરિજનલ છે અને તાલુકા પંચાયતના પ્રમુખે જ લખેલો છે. ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ લેટર વાયરલ થયો હતો જેમાં તેમની પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો હતો. આ ઘટનામાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp