સી.આર.પાટીલ પર થયેલા કેસની વિગત ગોપાલે શેર કરી લખ્યું- મહાઠગ માજી બુટલેગર...

PC: khabarchhe.com

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ એકબીજાને ઠગ કહી રહ્યા છે, ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાના ફેસબૂક પોસ્ટ પર સી.આર.પાટીલ પર થયેલા કેસની વિગત પણ શેર કરી હતી અને લખ્યું હતું કે, ભાજપના નેતાઓ જેની પાછળ પાછળ ફરે છે એવા મહાઠગ માજી બુટલેગર સી.આર.પાટીલની ક્રાઈમ કુંડળી..

મહાઠગ પાટીલના કાંડ નં - 1

લીંબાયત પોલીસ સ્ટેશનમાં કેસ નંબર-205/2006, તા:19/07/2006 ના રોજ મહાઠગ માજી બુટલેગર ઉપર પ્લોટ આપવાના નામે ઠગાઈ કરવા બદલ કલમ 406 અને 420⚠️નો ગુનો નોંધાયેલ છે.

મહાઠગ પાટીલના કાંડ નં - 2

પૈસા લીધા પછી પાછા આપવાના બદલે ખોટો ચેક આપીને પૈસા બુચ મારવા બદલ અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ નં-1032/2003 થી ચેક રિટર્નનો કેસ નોંધાયેલ છે.

મહાઠગ પાટીલના કાંડ નં- 3

પૈસા લીધા પછી પાછા આપવાના બદલે ખોટો ચેક આપીને પૈસા બુચ મારવા બદલ અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ નં-1033/2003 થી ચેક રિટર્નનો કેસ નોંધાયેલ છે.

મહાઠગ પાટીલના કાંડ નં - 4

બીજા પાસેથી પૈસા લઈને, પછી બુચ મારીને ખોટા ચેક આપવા બદલ સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ નં-1618/2002 થી ચેક રિટર્નનો કેસ નોંધાયેલ છે.

મહાઠગ પાટીલના કાંડ નં - 5

પૈસા પાછા આપવા ન પડે તે માટે ખોટા ચેક આપવા બદલ સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ નં-1618/2002 થી ચેક રિટર્ન કેસ નોંધાયેલ છે.

મહાઠગ પાટીલના કાંડ નં - 6

ફ્લેટ આપવાના બહાને ઠગાઈ કરવા બદલ સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ નં-2026/2003 થી ઠગાઈનો 420⚠️નો કેસ નોંધાયેલ છે.

મહાઠગ પાટીલના કાંડ નં - 7

ફ્લેટ આપવાના નામે ઠગાઈ કરવા બદલ તેમજ લોકોના પૈસા બુચ મારવા બદલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેસ નં-64/2002 થી 420⚠️ નો કેસ નોંધાયેલ છે.

મહાઠગ પાટીલના કાંડ નં - 8

બેન્ક પાસેથી લોન લઈને પછી બેંકનું બુચ મારવા બદલ અમદાવાદ ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલ દ્વારા કેસ નં-56/2006 થી કેસ કરવામાં આવ્યો છે.

મહાઠગ પાટીલના કાંડ નં - 9

ફ્લેટ આપવાના નામે પૈસા લઈ લીધા પછી ફ્લેટ ન આપતા સુરતના ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ નં-276/2011 થી ગુનો નોંધાયેલ છે.

આ સિવાય મહાઠગ મહાભ્રષ્ટ માજી બુટલેગર સી.આર.પાટીલના અન્ય 107 ગુનાઓનું લિસ્ટ આ નીચે કોમેન્ટમાં છે.

છેલ્લા ઘણા દિવસથી ‘ઠગ’ શબ્દને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજાને ઠગ કહી રહી છે, ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર એક પોસ્ટ શેર કરીને સી.આર.પાટીલ પર આકરા પ્રહાર કર્યા છે. ગોપાલે લખ્યું હતું કે,  જેમના પર દારૂની હેરાફેરી, બેંક ફ્રોડ, ચેક રિટર્ન અને 420સી અને ઠગાઈ જેવા ગુનાઓના આરોપી છે એવા ભ્રષ્ટ ભાજપના નેતા સીઆર પાટીલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઠગ કહેવાનું આહવાન કર્યું છે.

દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રીશ્રીએ અરવિંદ કેજરીવાલજીએ ઇન્કમટેક્સ ઓફિસરની સરકારી નોકરી છોડીને લાખો બાળકો માટે સરકારી શાળાઓ, જરૂરતમંદ માટે હોસ્પિટલો, વડીલોને તીર્થયાત્રાઓ, લોકોને મફત વીજળી-પાણી-બસમુસાફરી જેવી સુવિધાઓ પુરી પાડી દેશમાં ઈમાનદાર રાજનીતિનો મજબૂત પાયો નાખ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા સીઆર પાટીલે આજે ફક્ત અરવિંદ કેજરીવાલનું જ નહીં પરંતુ કરોડો સમજુ અને જાગૃત ગુજરાતીઓનું અપમાન કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp