અમદાવાદના પોલીસ કમિશનર કોણ? આ બે નામ છે ચર્ચામાં

PC: Youtube.com

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કોણ આવશે તેની ચર્ચાએ સચિવલાયમાં જોર પકડ્યું છે. આશિષ ભાટીયાની નિમણૂક રાજ્યના પોલીસ વડા તરીકે થયા પછી હાલ આ પોસ્ટ ખાલી પડી છે. આજ સાંજ સુધીમાં અમદાવાદના પોલીસ વડાનું નામ જાહેર થાય તેવી સંભાવના છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ ફિક્સ છે પરંતુ તેમની સાથે અજય તોમરનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આમ તો પોલીસ કમિશનરની જાહેરાત કાલે સાંજે થવાની હતી પરંતુ બે નામ સામે આવતાં રાજ્ય સરકારે કેન્દ્રનું માર્ગદર્શન માગ્યું છે.

હાલ તો રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા અમદાવાદના પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સંભાળી રહ્યાં છે. ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે અમદાવાદના પોલીસ કમિશનરનું નામ એક-બે દિવસમાં જાહેર થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સીઆઇડી ક્રાઇમ અને રેલવેના ડીજીબી સંજય શ્રીવાસ્તવ અને અમદાવાદના વિષેશ કમિશનર અજય તોમર વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. એક સપ્તાહ પહેલાં આશિષ ભાટીયાના સ્થાને અજય તોમર અમદાવાદના પોલીસ કમિશનર બને છે તેવી અટકળો તેજ બની હતી પરંતુ હવે સંજય શ્રીવાસ્તવનું નામ પસંદ થાય તેવી સંભાવના છે. 

આ સાથે જીડીપી રેન્કના અધિકારી એને એસીબીના વિશેષ નિર્દેશક કેશવકુમારનું નામ પણ સામે આવી રહ્યું છે. ગુજરાત સરકાર અટવાયેલી છે. એક જ પોસ્ટ પર ત્રણ સિનિયર અધિકારીઓના નામ હોવાથી કેન્દ્રને પૂછવાનું બાકી રાખ્યું છે. આ સાથે ગુજરાતના વડોદરા અને સુરતના પોલીસ કમિશનર પણ બદલાઇ રહ્યાં છે. રાજ્ય સરકારે એકસાથે 25થી વધુ પોલીસ અધિકારીઓની બદલી કરે તેમ પણ ચર્ચાઇ રહ્યું છે. આ બદલીઓમાં મોટાભાગના જિલ્લાના પોલીસ વડાના નામ સામેલ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp