છબીલ પટેલ દ્વારા જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી દેવામાં કોને રસ હતો?

PC: Youtube.com

જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં પોલીસના શરણે આવેલા છબીલ પટેલની પોલીસ સત્તાવાર રીતે ધરપકડ કરી હવે રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક પુછપરછમાં કેટલીક મહત્ત્વની જાણકારી હાથ લાગી છે, જેમાં જયંતિની હત્યા પાછળ છબીલ પટેલના જ કેટલાક નજીકના હતા, જેમનો જયંતિની હત્યા થાય અને છબીલ પટેલ જેલમાં જાય તો ફાયદો થવાનો હતો. આ વ્યક્તિઓ જયંતિની હત્યા માટે છબીલને ઉશ્કેરવાનું કામ કરવા સહિત જયંતિની હત્યા માટે ભાડુતી મારાઓને ચૂકવવાની રકમમાં પોતાનો હિસ્સો પણ આપ્યો હતો.

જયંતિ ભાનુશાળી દ્વારા છબીલ પટેલ સામે કહેવાતા દુષ્કર્મની ફરિયાદ બાદ 60 લાખનો ખર્ચ કરી આગોતરા જામીન મેળવી છબીલ પટેલ બહાર આવ્યા બાદ છબીલ પટેલને જાણકારી મળી હતી કે જયંતિ હવે તેની સામે વધુ દુષ્કર્મની ફરિયાદ કરાવી રહ્યો છે, તે માટે તેણે ફરીદાબાદ, મુંબઈ અને કચ્છની છોકરીઓને પૈસા આપી તૈયાર કરી છે. આમ દુષ્કર્મની ફરિયાદને કારણે પોતે અને પોતાના પરિવારજનો અપમાનીત સ્થિતિમાં આવી રહ્યો છે તેનો છબીલ પટેલનો ગુસ્સો આવી રહ્યો હતો આ વખતે છબીલ પટેલે પોતાની કેટલીક નજીકની વ્યક્તિઓ સામે ઉશ્કેરાટમાં કહ્યુ કે જયંતિને પતાવી દેવો પડશે. આ નાજુક સમયમાં છબીલ પટેલ દ્વારા બોલવામાં આવેલા નિવેદન ઉપર છબીલના નજીકના લોકોએ પેટ્રોલ છાંટવાનું કામ કર્યુ હતું.

જયંતિની હત્યા થાય અને છબીલ પટેલ જેલમાં જાય તો છબીલની નજીકને વ્યક્તિઓને ધંધામાં અને રાજકારણમાં ફાયદો થાય તેમ હતો, જેના કારણે તેમણે છબીલને હત્યા કરતા રોકવાને બદલે જયંતિને પતાવી જ દેવો પડે તેમ સમજાવ્યા હતા, એટલું જ નહીં જયંતિની હત્યા કરવા માટે ભાડુતી મારાઓને ચૂકવવાની રકમમાં પણ તે વ્યક્તિએ કેટલો હિસ્સો આપ્યો હતો. હત્યા બાદ ફરાર થયેલા છબીલ પટેલ અને સિદ્ધાર્થ પોલીસ સામે હાજર થાય નહીં તેવા પ્રયત્ન પણ આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા. છબીલ અને સિદ્ધાર્થ સતત ભાગતા રહે તેમા જ તે વ્યક્તિને ફાયદો થતો હતો, જેના કારણે આટલા દિવસ સુધી છબીલે પોલીસ સામે હાજર થવા વિલંબ કર્યો હતો. હવે પોલીસને છબીલની આ વ્યક્તિની ભૂમિકા મળી ગઈ છે, પણ તે સંબંધમાં તેઓ પુરાવા એકત્રીત કરી ગમે ત્યારે આ વ્યક્તિને પણ આરોપી બનાવે તેવી સંભાવના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp