જાણો બધા સરવેના મતે ગુજરાતમાં કોણ આવશે સત્તામાં...

PC: firstpost.in

ગુજરાતમાં ભાજપના પગ નીચેથી ધરતી સરકી જાય તેવા સરવે બહાર આવ્યા છે. ભાજપનો ગોલ 150 પ્લસનો રહ્યો છે પરંતુ ભાજપ હાલના તબક્કે માંડ માંડ ત્રણ અંકોમાં પહોંચી શકે તેમ છે. પોલ ઓફ ધ ઓપિનિયન પોલ્સના આંકડા ભાજપના દિગ્ગજોને તમ્મર લાવી દે તેવા છે.

ઇન્ડિયા ટીવીના ઓપિનિયન પોલમાં ભાજપને 106 થી 116 બેઠકો દર્શાવી છે જ્યારે કોંગ્રેસના ફાળે 63 થી 73 બેઠકો મૂકી છે. અન્યને માત્ર બે થી ચાર બેઠકો મળે છે. જ્યારે ટાઇમ્સ નાઉના પોલમાં ભાજપને 111 અને કોંગ્રેસને 68 બેઠકો દર્શાવી છે. જ્યારે ત્રણ બેઠકો અન્યના ફાળે જાય છે.

એવી જ રીતે એબીપી-સીએસડીએસનો સરવે કહે છે કે ભાજપને 91 થી 99 બેઠકો મળશે જ્યારે કોંગ્રેસને 78 થી 86 બેઠકો મળશે. અન્યના ફાળે ત્રણ થી સાત બેઠકો આપી છે. આ ત્રણેય સરવેમાં ભાજપને એવરેજ 105 થી 106 બેઠકો મળે છે. જ્યારે કોંગ્રેસને 73 થી 74 બેઠકો દર્શાવવામાં આવી છે.

આ ત્રણેય સરવેમાં 15 ટકા વેરિયેશન જોઇએ તો ભાજપ સત્તા મેળવશે પરંતુ બેઠકોની સંખ્યા 92 થી 99 રહેશે જ્યારે કોંગ્રેસને બેઠકોનો ગેઇન છે. ગુજરાતને એક મજબૂત વિરોધપક્ષ મળી શકે છે. આ ઓપિનિયન પોલનું રિઝલ્ટ જોતાં અને આ વેરિયેશન જોતાં ભાજપ આટલા મોટા વિરોધી વાતાવરણ વચ્ચે પણ સત્તામાં આવે છે તે તેના માટે મહત્વનું છે.

ગુજરાતની ચૂંટણીનું બીજું અનુમાન એવું છે કે ભાજપને સત્તા તો આવશે પરંતુ તેના મહત્વના સિનિયર સભ્યોનો સફાયો થઇ જશે. પાર્ટીના મહારથીઓ હારશે. કેબિનેટ મંત્રીઓ પણ ચૂંટણી હારી રહ્યાં હોય તેવું અનુમાન સટ્ટાબજાર પણ લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp