ગુજરાતે 10% અનામતનો અમલ પહેલા કેમ કર્યો? જાણો શું છે સ્ટ્રેટેજી

PC: beyondteaching.com

કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા સવર્ણ પરિવારો માટે જાહેર કરેલી 10% અનામતનો લાભ સમગ્ર દેશમાં ગુજરાત સરકારે સૌ પ્રથમ કેમ કર્યો તેની પાછળ પણ ભાજપનું ગણિત છે. આ નિર્ણયનો અમલ કરવા કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપના રાષ્ટ્રીયસ્તરના નેતાઓએ આદેશ કર્યો છે. રવિવારની રજા હોવા છતા સરકારે કરેલા આદેશ પાછળ અનેક સૂચિતાર્થ સમાયેલા છે. કોંગ્રેસની સરકારોને બદનામ કરવાનું પહેલું મુખ્ય કારણ છે. ભાજપ સમગ્ર દેશમાં કહી શકે છે કે આખા દેશમાંથી પહેલો અમલ PM મોદીના હોમ સ્ટેટ ગુજરાતથી થઇ રહ્યો છે.

PM મોદી ગુજરાત સરકારને આગળ કરીને દેશમાં નવો સંદેશો આપવા માગે છે. કેન્દ્રના આદેશને અદાલતમાં પડકારવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સરકારે ચૂકાદા પહેલા અમલ કરીને એક ચોક્કસ વ્યૂહરચના બનાવી છે. એક તો ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને શાંત કરવાનો ભાજપે પાસો ફેંક્યો છે અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને ઝીરો કરી દેવાનો પ્લાન બનાવ્યો છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનામતના બિલને મંજૂરી આપી છે ત્યારે હવે કોઇ અવરોધ ન આવે તો તેને રાજ્યોની વિધાનસભામાં મંજૂરી આપવામાં આવશે. ગુજરાત પછી ભાજપ શાસિત અને NDAના રાજ્યો પણ 10% અનામતનો અમલ કરશે. જો કોંગ્રેસ કે બીન ભાજપી રાજ્યો અનામતનો અમલ નહીં કરે અથવા તો વિલંબ કરશે તો ભાજપ તેનો લાભ ઉઠાવીને એમ કહી શકશે કે ભાજપે તો અનામતનો અમલ કરી દીધો છે પરંતુ બીજી પાર્ટીઓની સરકાર તેનો અમલ કરતી નથી.

ભાજપ એક નહીં અનેક મોરચે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષોને હલકા ચિતરવા માગે છે. સવર્ણોને અનામતના મુદ્દે ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા તેની નવી સ્ટ્રેટેજી બનાવી છે. ભાજપ રામ મંદિરના મુદ્દે નહીં પણ સવર્ણોને અનામતના મુદ્દે લોકસભાની વૈતરણી પાર કરવા માગે છે તેવું આ સ્ટ્રેટેજી પરથી લાગી રહ્યું છે. ભાજપે પાર્ટીની બેઠકમાં જ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ જ રામ મંદિરમાં અવરોધક બને છે. આમ કહીને ભાજપ સરકારે રામ મંદિરથી તેમના હાથ અદ્ધર કરી દીધા છે. હવે તેમના હાથમાં અનામતનું હથિયાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp