ભાજપના મુસ્લિમ નેતા કેમ છેડો ફાડી રહ્યાં છે?

PC: indianexpress.com

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા મળીને 200થી વધારે મુસ્લિમ કાર્યકર ભાજપમાં ચૂંટાયેલાં છે. ભાજપ જે રીતે ભારતનું રાજ કરી રહ્યો છે તે જોઈને હવે સ્થાનિક કક્ષાએ મુસ્લિમો ભાજપને કંઈક અંશે સમર્થન આપતાં હતા તે હવે ભાજપ છોડી રહ્યાં છે. આમેય ગુજરાત વિધાનસભામાં ભાજપમાંથી એક પણ મુસ્લિમ સમાજથી ધારાસભ્ય ચૂંટાયા નથી. ભાજપના એક પણ સંસદ સભ્ય ચૂંટાયા નથી. અલબત્ત આ બે પાવરફૂલ ચૂંટણી માટે ભાજપ દ્વારા એક પણ વખત ટિકિટ આપવામાં આવી નથી.

જે કંઈ સ્થાનિક કક્ષાએ આપવામાં આવતી રહી છે. તેમ છતાં મોટી સંખ્યામાં મુસ્લિમ કાર્યકરો અને મતદાર ભાજપને ટેકો આપતાં રહ્યાં છે. પણ હવે કેન્દ્રમાં છેલ્લાં 4 વર્ષથી જે કંઈ થઈ રહ્યું છે તે જોઈને તેઓ હવે ગુજરાત ભાજપ છોડી રહ્યાં છે. ઊના મુસ્લિમ સમાજના અગ્રણી અને ઊના નગરપાલિકામાં સતત પાંચ વખત ચૂંટાયેલાં અબ્દુલ્લા શેખ જેમને બધા દાદાબાપુ તરીકે ઓળખે છે. તેમણે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર તરીકે અચાનક રાજીનામું આપી દીધું છે.
વળી તેમણે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. એક મહિના પછી ઊના નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી છે ત્યારે જે તેમણે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું જાહેર કારણ આપ્યું નથી પણ એટલું કહ્યું છે કે, અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. શહેર ભાજપ પ્રમુખને તેમણે રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે.

ઊના નગરપાલિકાના કૂલ 36 સભ્યોમાંથી 35 સભ્યો ભાજપના છે. વિરોધ પક્ષ કોંગ્રેસના એક જ સભ્ય છે. જે પ્રજાના પ્રશ્નો ઊભા કરીને સત્તાધીશોને ભીડવતાં રહે છે. આમ દાદાબુપુએ કેમ રાજીનામું આપ્યું છે તે રહસ્ય આજે પણ અકબંધ છે. પણ ઊનાના લોકો કહે છે કે, ભાજપમાં રહેતાં લઘુમતી સમુદાયના લોકો પુરી લાયકાત ધરાવતાં હોવા છતાં ક્યારેય અગળ આવવા દેવામાં આવતાં નથી.

ગુજરાતમાં હવે મુસ્લિમ સમૂદાય ભાજપથી છેડો ફાડી રહ્યો છે. ખાસ કરીને કેન્દ્રમાં જે રીતે સરકાર ચાલી રહી છે તેનાથી તેઓ નાખુશ છે, ગુજરાતમાં તો પહેલેથી જ નાખુશ હતા. ઘણાં લોકો એવી દલીલ કરે છે કે, ભાજપને ઊંચો લાવનાર કટ્ટર હિન્દુવાદી ડો.પ્રવીણ તોગડિયાની આ હાલત દેશમાં થતી હોય તો પછી બીજા લોકોની શું હાલત થતી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp