21 સપ્ટેમ્બરથી 9થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ જઇ શકશે? જાણો શું કહ્યુ શિક્ષણમંત્રીએ

PC: facebook.com/imBhupendrasinh

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો શરૂ થયા નથી. તેવામાં શિક્ષણ વિભાગની બેઠકમાં શાળાઓ દિવાળી બાદ જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળા ખુલશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માતા-પિતાની સંમતિથી માર્ગદર્શન મેળવવા માટે શાળામાં જઈ શકશે કે, નહીં તે બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને 21 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓને શાળામાં માર્ગદર્શન મેળવવા માટે જવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ ઘટયા બાદ આ બાબતે વિચારણા કરવામાં આવશે તેવુ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યુ હતું.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માતા-પિતાની લેખિત સંમતિ સાથે માર્ગદર્શન મેળવવા માટે જે તે સ્કૂલમાં જઈ શકે તેવી માર્ગદર્શિકા અને SOP કેન્દ્ર સરકારે મરજિયાત અમલ કરવા સુચન કરેલ. આ અંગે આજરોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતની હાલની પરિસ્થિતીને જોતા 21મીથી માર્ગદર્શન મેળવવા માટે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાની કેન્દ્રની ગાઈડલાઈન છે તે સંપૂર્ણપણે મરજિયાત છે અને કેન્દ્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્ય પોતાની અનુકૂળતા પ્રમાણે નિર્ણય કરે. તેને ધ્યાનમાં લઈને કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે, 21મીથી માતા-પિતાની સંમતિ સાથે વિદ્યાર્થી માર્ગદર્શન મેળવવા જઈ શકે તે SOPનો અમલ ગુજરાત સરકાર નહીં કરે. ભવિષ્યમાં અનુકૂળ સમય અને કોરોનાનું સંક્રમણ ઘટે ત્યારબાદ જ આનો અમલ કરવામાં આવશે, તેવો નિર્ણય કેબિનેટમાં કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ઘણા વાલીઓ પણ તેમના બાળકોને શાળાએ જવા દેવા માંગતા નથી. જો કે, અગાઉ પણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોનાની મહામારીમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને શાળા ખોલવા બાબતે નિર્ણય લેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારે હવે ફરી એક વખત વિદ્યાર્થીઓના હિતમાં 21 સપ્ટેમ્બરથી 9થી 12ના વિદ્યાર્થીઓ શાળામાં માર્ગદર્શન મેળવવા માતા-પિતાની મંજૂરીથી જઈ શકશે તે ગાઈડલાઈનનો ગુજરાતમાં અમલ નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp