વડોદરામાં પતંગની દોરીથી મહિલાનું ગળું કપાયું, આવ્યા 250 ટાકા

PC: staticflickr.com

ગુજરાતમાં ઉતરાયણની અંતિમઘડી સુધી લોકોએ ખરીદી કરી હતી. બીજી તરફ ચાલુ વર્ષે પતંગની ધારદાર દોરી વાગવના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વડોદરામાં રોડ ઉપરથી પસાર થતી મહિલાને પકાયેલા પતંગની દોરી મોઢા ઉપર વાગતા 250 જેટલા ટાંકા આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા શાકભાજી લેવા માટે પગપાળા પસાર થતા હતા દરમિયાન અચાનક પતંગ કપાયીને પડેલી દોડી રોડ પરથી પસાર થતી મહિલાના મોઢા ઉપર વાગી હતી. જેથી મહિલા રસ્તા ઉપર ઢળી પડી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા.

પતંગની દોરીથી ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને 250 જેટલા ટાંકા આવ્યા હતા. આ બનાવની જાણ થતા પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. મહિલાને ઈજા થતા પરિવારમાં ઉત્તરાયણનો તહેવાર દુઃખમાં ફેરવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp