ચૂંટણીમાં નેતાઓ સામે કોઇ ફરિયાદ છે? એપ પર મોકલો, 100 મિનિટમાં પગલા

PC: insightsonindia.com
લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરનાર સામે મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓન લાઈન ફરિયાદ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ચૂંટણી પંચે આ મોબાઈલ એપ્લીકેશન બનાવી છે. જે ગુગલ પ્લેસ્ટોરમાં જઈને મેળવી શકાય છે. તેના પરથી લાઈવ ફોટો અથવા વિડીયો રેકોર્ડ કરી ચૂંટણી પંચને મોકલી શકે છે. જેવી ફરિયાદ મળશે તેની 100 મિનિટમાં પગલાં લેવશે. આ માટે દરેક નાગરિક સ્થળ, તારીખ અને સમય ખાસ જણાવે એવી અપીલ કરવામાં આવી છે. ઘટના સ્થળે પોલીસ અથવા ચૂંટણી અધિકારી આવી પહોંચશે. જો 100 મીનીટમાં કોઈ સ્થળ પર ન આવે તો તુરંત ફરિયાદ કરવામાં આવતાં જે તે અધિકારી સામે પગલાં લઈ શકાશે.
 
કોઈ નાગરિક પોતાનું નામ જાહેર કરવા ન માંગતા હોય તો તે પણ ગુપ્ત રાખી શકાય છે. મોબાઈલના કારણે આ વખતે એક બેઠક દીઠ 5થી 10 કરોડનું ખર્ચ ઉમેદવાર કરવાના હતા તેમાં આવી વસ્તુઓનો ઘટાડો થઈ શકશે. જેનાથી એક બાબત એવી બનશે કે પૈસાનું ચલણ વધશે. તેથી જાગૃત નાગરિકો આવા વિડિયો રેકોર્ડ કરીને ચૂંટણી પંચને મોટા પ્રમાણમાં મોકલે એવી શક્યતા છે.
 
આમ છતાં હવે સામાન્ય લોકો પણ રાજકીયર પક્ષો દ્વારા રોજ રાતના નાસ્તા પાર્ટી, દારુ પાર્ટી, ભેટસોગાદો આપવી, પૈસા આપવા, લાંચ આપવી, કાર્યકરોને પૈસા કે મોટરસાયકલ આપવી, ઘરે ઘરે જઈને દારુ આપવો જેના ચૂંટણી આચારસિંહાતા ભંગના કામ કરતાં આવ્યા છે. તે આ વખતે મુશ્કેલ બની રહેશે.
 
છાપામાં પૈસા આપીને સમાચારો છપાવવા, ટીવીમાં તેમના તરફેણમાં સમાચારો આપવા, પરવાનગી વિના પોસ્‍ટર કે બેનરો લગાવતાં હોય, પરવાનગી વગરનાં વાહનો ચલાવતાં હોય, મિલ્‍કતનો દુરૂપયોગ, મતદાનનાં દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા વાહનો ભાડે રાખતાં હોય, ધાર્મિક કે ઉશ્કેરણી જનક ભાષણ આપતાં હોય તેવા નેતાઓના વિડિયો બનાવીને તુરંત ચૂંટણી પંચને મોકલી આપવા માટે પંચ દ્વારા કહેવામાં આવ્યું છે.
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp