26th January selfie contest
BazarBit

આ રીતે ઘરમાં જ કરી શકશો ઇકો-ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન

PC: Khabarchhe.com

2020માં જ્યારે નરેન્દ્ર મોદીએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરી છે ત્યારે લંબોદરા ગણેશ રૂપી આ મુહીમ આખા દેશમાં ચલાવવામાં આવી રહી છે. અને આવા જ હેતુસર જ્યારે આજે આપણી આસપાસ નજર દોડાવીએ છીએ તો લંબોદરા ગણેશ સરસ ઉત્તર બનીને સામે આવતું નજર આવે છે. લંબોદરા ગણેશ સાથે ભારતીય પરંપરાગત કલાના ઉત્તમ નમૂના રૂપે હસ્તકલાથી બનાવેલા માટીના ગણપતિના દર્શન થાય છે. આમ મેડ ઇન ઇન્ડિયાના અંતર્ગત આ પ્રોજેક્ટથી કારીગર વર્ગોમાં ઉત્સાહનો નવો સ્ત્રોત જોવા મળ્યો. દેશમાંથી ઘણા પર્યાવરણ પ્રેમીઓ, સામાજિક કાર્યકરો, બિઝનેસમેન જેવા ઘણા લોકો અને સંસ્થાઓ કાર્ય સાથે જોડાઈ રહ્યા છે.

ડિજિટલ માર્કેટિંગના એક્સપર્ટ ફોરમ મારફતિયા પટેલનું એવું માનવું છે કે ઘરે બેઠા એક ક્લિકમાં ઓનલાઈન ઓર્ડર કરવાથી ભારે ભીડને ટાળી શકાય છે. વળી જ્યારે ડબલ સેફ્ટી સાથે ઘરે ગણેશજી આવે તો સ્વાસ્થ્યનો હેતુ પણ સારી રીતે પૂરો થાય છે. આ જ ક્રમમાં અગ્રેસર એલ. પી. સવાણી ગૃપના ધર્મેન્દ્રભાઈ સવાણીનું કહેવુ છે કે હાલની પરિસ્થિતિને જોતા પૂજા વિધિ ની બુક સાથે પૂજાપાનો સંપુટ તથા વિસર્જન માટેની તમામ સામગ્રી જો એકસાથે ઘરે બેઠા આવી શકતી હોય તો એનાથી ઉત્તમ સમાજ માટે બીજું શું હોઈ શકે, અને ગુજરાતની તમામ જનતાને વિઘ્નહર્તાના આશીર્વાદથી આ 2020ના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે એવી આશા સાથે હું લંબોદરા ગણેશ સાથે જોડાયેલો છું.

પર્યાવરણ સુરક્ષા માટે સતત ચિંતિત એવા જોયકોસીસ ટેકનિકલ ગુજરાતથી આગળ ચાલીને આ નેશનલ પ્રોજેક્ટમાં વિતરીત થનારી તમામ કિટમાં ભવિષ્યમાં અંકુરિત થનાર બીજ નું સ્થાપન કરાવી રહ્યું છે. આમ લંબોદર ગણેશ ઇકોફ્રેન્ડલી ની સાથે સાથે ગૉ-ગ્રીનને પણ સપોર્ટ કરે છે. તો વળી પસ્તી દાનસે પુસ્તક દાન જેવી સમાજ ઉત્થાનની મુહીમ સાથે જોડાયેલ પ્રિયંકા ઉનાડકટ કહે છે કે, પર્યાવરણમાં પ્રદૂષણ રોકવા માટે ઇકો ફ્રેન્ડલી ગણેશાનું વિસર્જન કીટમાં સાથે આવેલા જૂટના કૂંડામાં કરવાથી જળપ્રદૂષણ અટકશે. કોવીડ-19 સિચ્યુએશનમાં વિસર્જનમાં થતી ભીડભાડ રોકી શકાશે. omf3ના મિતુલભાઇ નુ માનવું છે કે, લંબોદરા ગણેશએ ભારતીય હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને પણ રોજગારીની સારી તકો આપી રહ્યું છે.

ભારતીય ધાર્મિક પરંપરાની ધરોહર એવી સ્ત્રીને સશક્ત બનાવી , એમની આસ્થા ને જીવંત રાખવાની સાથે નવીન આધુનિક પદ્ધતિઓના ઉપયોગથી સ્ત્રીઓમાં મા જાગૃતિ લાવવાના હેતુથી જેસ.સી.આઇ. વુમન ચેપ્ટર 8 પણ લંબોદરા ગણેશને સમર્થન આપી રહ્યું છે. ગુજરાત અગ્રસ્થાને રહી આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં પોતાની પરંપરાગત વિઘ્નહર્તાને આવકારવાની ધાર્મિક પ્રવૃત્તિ ને જીવંત રાખવા માંગે છે. તમામ ગુજરાતના ટીમ મેમ્બરોએ આવકનો એક હિસ્સો સહાય અર્થે આપવાની જાહેરાત પણ કરી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp