ન દાંત, ન માથા પર વાળ, 18 વર્ષની છોકરીનું શરીર હતું 144 વર્ષનું, જાણો સ્ટોરી

PC: nypost.com

હોલિવુડ સુપરસ્ટાર બ્રેડ પિટે થોડા વર્ષો પહેલા એક ફિલ્મ ક્યુરીયસ કેસ ઓફ બેન્જામિન બટનમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં બ્રેડનું પાત્ર તેના જન્મની સાથે મોટું તો થાય છે પરંતુ તેનું શરીર એક વૃદ્ધની જેમ વધતું જાય છે. મતલબ તેની ઉંમર એક બાળક જેટલી હોય પરંતુ તેનો દેખાવ અને શરીર એક વૃદ્ધના શરીર જેવું બનતું જાય છે. તેવી જ સ્ટોરી અશાંતિ સ્મિથની છે.

ઈંગ્લેન્ડના વેસ્ટ સસેક્સમાં રહેનારી સ્મિથ દુનિયાના સૌથી દુર્લભ એવા સિન્ડ્રોમથી પીડિત હતી. સ્મિથને હચિનસન ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ હતો, જેના લીધે તેની ઉંમર એક વર્ષ વધવાની સાથે તેમનું શરીર આઠ ઘણું વધારે મોટું થાય છે. જેના લીધે સ્મિથ 18 વર્ષની હતી પરંતુ તેના શરીરની ઉંમર 144 વર્ષના વ્યક્તિ જેવું થઈ ગયું હતું. 17 જુલાઈના રોજ સ્મિથનું આ દુર્લભ બીમારીના કારણે મોત થયું છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી પરંતુ તેને જોઈને કોઈ ના કહી શકે તે આટલી યુવાન છે.

સ્મિથનું જે સમયે મૃત્યુ થયું તે સમયે તેના 33 વર્ષના પિતા શેન વિકેન્સ, તેની માતા અને 25 વર્ષની મિત્ર કાર્ટરાઈટ તેની સાથે હતા. સ્મિથે પોતાની માતાને અંતિમ શ્વાસે કહ્યું હતું કે- હવે તારે મને જવા દેવી પડશે. સ્મિથની માતાએ કહ્યું હતું કે, પ્રોજેરિયાથી તેની મોબિલિટી પર ઘણી અસર થઈ પરંતુ તેની લાઈફને લઈને તેના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી. પોતાને આટલી ગંભીર બીમારી હોવા છત્તાં તે પોતાની પરિસ્થિતિને લઈને સહેજ પણ વિચલિત થયેલી જોવા મળી ન હતી. તે પોતાના દિલની વાત ખુલીને જણાવતી હતી. તેનો વિલપાવર ઘણો મજબૂત હતો. હું તેને ઘણો પ્રેમ કરતી હતી અને તેણે પોતાની હિંમતના કારણે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે.

જોકે 144 વર્ષનું શરીર થયા પછી પણ સ્મિથ પોતાના મિત્રો સાથે રિલેક્સ કરતી હતી. મે મહિનામાં તેણે પોતાનો 18મો જન્મ દિવસ ઉજવ્યો હતો અને તેણે તે પાર્ટીમાં પોતાના ફેવરિટ કોકટેલ ડ્રિંકની પણ મજા માણી હતી. સ્મિથ અંગે વાત કરતા તેની મિત્ર કાર્ટરાઈટ કહે છે કે સ્મિથ પોતાની આ બીમારીના લીધે કોઈ દિવસ પણ નકારાત્મક જોવા મળી નથી. તે ઘણી નોર્મલ હતી અને હંમેશા બીજાને પ્રેરણા મળે તેવું કામ કરતી હતી. ભલે તેનું શરીર 100 વર્ષનું હતું પરંતુ તે દિલથી 18 વર્ષના બાળક જેવી જ હતી. બ્રેડ પિટની આ ફિલ્મ આવ્યા પછી પ્રોજેરિયા નામની બીમારી અંગે લોકોને જાણ થઈ હતી. આ એક દુર્લભ સિન્ડ્રોમ છે અને તેનો કોઈ ઈલાજ નથી. બોલિવુડમાં પણ અમિતાભ બચ્ચનને લઈને પા નામની ફિલ્મ બની છે, જેમાં તેમણે પ્રોજેરિયાથી પીડિત બાળકની ભૂમિકા ભજવી હતી.     

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp