ચોરીના ડરથી જનરેટર ન ચાલ્યું, મહિલા દર્દી ચીસો પાડતી રહી, ટોર્ચ રાખીને ઓપરેશન

PC: aajtak.in

ઉત્તર પ્રદેશની એક જિલ્લા હોસ્પિટલની લાપરવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હોસ્પિટલમાં પાવર ગયો હતો તો મહિલા દર્દીનું ટોર્ચના પ્રકાશમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના તંત્રએ જે જવાબ આપ્યો છે તે ચોંકાવનારો છે.

બલિયાની જિલ્લા હોસ્પિટલમાં એક મહિલા દર્દીની ડોક્ટરો ટોર્ચલાઇટ હેઠળ સારવાર કરી રહ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. હોસ્પિટલના ઈન્ચાર્જ ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે જનરેટર ચલાવવામાં થોડો વિલંબ થયો હતો. ત્યાં સુધી કે કોઈએ તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો.

ઉત્તર પ્રદેશના બલિયાની જિલ્લા હોસ્પિટલમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં દર્દીની સારવાર ડૉક્ટરો દ્વારા ટોર્ચના પ્રકાશમાં કરવામાં આવી રહી હતી. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયો જોરદાર વાયરલ થતાં હોસ્પિટલ પ્રશાસન સવાલોના દાયરામાં આવી ગયું છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ડોક્ટર મોબાઈલ ટોર્ચના પ્રકાશમાં સ્ટ્રેચર પર પડેલી મહિલા દર્દીની સારવાર કરી રહ્યા છે. આ દરમિયાન મહિલા જોર જોરથી ચીસો પાડી રહી છે. બીજી તરફ જિલ્લા હોસ્પિટલના ઈન્ચાર્જ ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.આર.ડી.રામનું કહેવું છે કે શનિવારે વરસાદને કારણે વીજળી ગઈ હતી. હોસ્પિટલમાં જનરેટર છે પણ તેને ચાલુ કરવા માટે બેટરીની જરૂર  પડતી હોય છે.

તેમણે કહ્યું કે,અમે બેટરીને જનરેટરની નજીક રાખતા નથી કારણ કે તેની ચોરી થવાનું જોખમ રહેલું છે. જેથી બેટરીને જનરેટર સુધી લઈ જવામાં આવી ત્યાં સુધીમાં કોઈએ વીડિયો બનાવી લીધો. જ્યારે થોડા સમય બાદ જનરેટર ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વળી, થોડીવાર પછી લાઈટ પણ આવી ગઈ હતી.

ઘણા દર્દીઓનું કહેવું છે કે અહીં વારંવાર પાવર કટ સામાન્ય બની ગયું છે અને હોસ્પિટલ વહીવટીતંત્ર સામાન્ય રીતે જનરેટરનો ઉપયોગ કરતું નથી.અગાઉ ગયા વર્ષે પણ બલિયાની જિલ્લા હોસ્પિટલમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો. અહીં મોબાઈલ અને ટોર્ચના પ્રકાશમાં દર્દીની સારવાર કરતી વખતે વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પણ હોસ્પિટલ પ્રશાસને આ મામલે ગોળ ગોળ જવાબો આપ્યા હતા.  તે વખતે હોસ્પિટલના તંત્રએ જવાબ આપ્યો હતો પાવર આઉટ થયા બાદ અન્ય બિલ્ડીંગમાં સ્થિત જનરેટર ચાલુ કરવામાં અને ચેન્જર બદલવામાં થોડો સમય લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp